કાલોલ નગરપાલિકા દ્વારા માસ્ક પહેર્યા વીના રખડતા લોકો પાસેથી દંડ વસુલ કર્યો…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

સમગ્ર પંચમહાલ અને કાલોલમાં કોરોના ના કેસ કૂદકે ને ભૂસકે વધતા જાય છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના હેતુસર વારંવાર જાહેરાતો કરી માસ પહેરવાનુ તથા સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું, ભીડભાડ ન કરવા માટે જાહેરનામુ બહાર પાડયું છે. તથા સરકાર દ્વારા પહેર્યા વિના કરતા લોકો પાસેથી રૂપિયા ૧૦૦૦/નો દંડ વસૂલ કરવા નો આદેશ કરેલ છે ત્યારે ગુરુવારે સાંજના સુમારે કલોલ નગરપાલિકા વિસ્તારમાં માસ્ક પહેર્યા વિના નીકળેલા લોકોને રોકીને નગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા સ્થળ ઉપર દંડ વસૂલાત કરવામાં આવી હતી. જેથી કરીને લોકોને માસ્કની જરૂરિયાત અને કોરોના ની ગંભીરતાનો ખ્યાલ આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here