મોટર સાઈકલમા પેટ્રોલ ખલાસ થતા માલિક પેટ્રોલ લેવા ગયો અને ચોરટાઓ મોટર સાઈકલ જ ચોરી ગયા !!

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળાના શીતળા માતાના મંદિર પાસેથી છત્રવિલાસના યુવાનની મોટરસાઈકલ ચોરી થતા પોલીસ મથકમાં ફરિયાદ

રાજપીપળા નગર ના છત્ર વિલાસ વિસ્તારમાં રહેતા એક યુવાન ની મોટરસાઈકલ મા પેટ્રોલ ખલાસ થતા તેણે મોટરસાઈકલ ને પોતાના ધરે થી થોડેક જ દુર આવેલ શીતળા માતા ના મંદિર પાસે મોટરસાઈકલ ને લોક કરી રોડ ની સાઈડે મુકી પોતે પેટ્રોલ લેવા જતા ચોરટાઓ વગર પેટ્રોલ ની મોટરસાઈકલ ની ચોરી કરી પલાયન થયા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર રાજપીપળા ના છત્રવિલાસ વિસ્તારમાં આવેલ રઘુવીર કોલોની મા રહેતા જીમેશ રમેશભાઈ પટેલ પોતાની બ્લેક ગ્રે કલર ની હિરો હોન્ડા પેશન પ્રો મોટરસાઈકલ નંબર GJ 22 E 7428 લઇને રાજવંત પેલેસ રોડ પાસે ના શીતળા માતા ના મંદિર પાસે થી સાંજે સાડા સાત વાગે ના અરસામાં પસાર થતા તેની મોટરસાઈકલ મા પેટ્રોલ ખલાસ થતા તેણે મોટરસાઈકલ ને મંદિર ના મુખ્ય માર્ગો ઉપર રોડ ની સાઈડે પાર્ક કરી તેને લોક કરી પોતે પેટ્રોલ લેવા માટે નજીક ના પેટ્રોલ પંપ ઉપર ગયો હતો જે પેટ્રોલ લઇને થોડી વાર મા પરત આવતા તેની મોટરસાઈકલ જયાં મુકી હતી ત્યાથી ગુમ થતા પોતે ચોંકી ઉઠ્યો હતો, આસપાસ તપાસ કરતા કયાંય મોટરસાઈકલ મળી નહોતી જેથી તેણે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજપીપળા પોલીસે રુપિયા 20 હજાર ની કિંમત ની મોટરસાઈકલ ચોરી ની ફરિયાદ નોંધી મોટરસાઈકલ ચોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here