નર્મદા જીલ્લામા વિદેશી દારૂના કેરિયર બનતા યુવાનો… સભ્ય સમાજ માટે ચિંતાનો વિષય

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

દેડિયાપાડા પોલીસે સીંગલોટી ફોરેસ્ટ નાકા પાસે થી મોટરસાઈકલ ઉપર વિદેશી દારૂ નો જથ્થો લઇ પસાર થતા સામોટ ના બે યુવાનો ને ઝડપી પાડયા હતા- ત્રીજો આરોપી મોટરસાઈકલ મુકી ફરાર

પોલીસે રુપિયા 76750 નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી ને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા

મહારાષ્ટ્ર ના સોરાફળી ના વેલકમ બાર માથી વિદેશી દારૂ નો જથ્થો લવાયો હોવાનું બહાર આવ્યું

નર્મદા જીલ્લા મા વિદેશી દારૂ નો જથ્થો પોલીસ મોટા પ્રમાણ મા પકડી રહી છે તયારે વિદેશી દારૂ ની હેરાફેરી કરવામાં લબરમુછીયા યુવાનો મોટા પ્રમાણ મા સંકળાયેલા હોવાનું બહાર આવી રહયું છે , જે ખુબજ ચિંતા નો વિષય બનેલ છે. નાણાં ની રોકડી કરવા માટે યુવાનો વિદેશી દારૂ ના વેપલા સાથે મોટા પ્રમાણ મા સંકળાતા જોવા મળી રહયા છે , દેડિયાપાડા પોલીસે બે યુવાનો શે દેડિયાપાડા તાલુકા ના સીંગલોટી ફોરેસ્ટ નાકા પાસે થી મોટરસાઈકલ ઉપર વિદેશી દારૂ ના જથ્થા સાથે ઝડપી પાડયા હતા જયારે એક પોતાની મોટરસાઈકલ ફેંકી ફરાર થઈ ગયો હતો .

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર દેડિયાપાડા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. ચૌધરી ના સુપરવિઝન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ વી.તડવી અને એ.એન.પરમાર સહિત ના સટાફ પોલીસ મથકમાં તૈનાત હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ મોતીરામ સંજયભાઈ નાઓને ખાનગી બાતમીદારો દ્વારા જાણવા મળેલ કે સામોટ ગામ તરફ થી યુનિકોન નંબર વગર ની બે મોટરસાઈકલ ઉપર વિદેશી દારૂ નો જથ્થો વિમલ ના થેલા અને સ્કુલ બેગ મા દેડિયાપાડા તરફ આવી રહ્યો છે, આ બાતમી ના આધારે પોલીસ કુમક સીંગલોટી ફોરેસ્ટ નાકા પાસે નાકાબંધી મા ગોઠવાઈ હતી જે દરમ્યાન બાતમી વાળી મોટરસાઈકલો આવતા ઈશારો કરી ઉભી રાખવા પોલીસે જણવતા બનને મોટરસાઈકલ ના ચાલકો થોડે દુર મોટરસાઈકલો ઉભી રાખી મોટરસાઈકલો ને રોડ પર ફેંકી નાસવા નો પ્રયાસ કરતા પોલીસે દોડી ને આરોપી 1) જશવંત રમેશ વસાવા ઉ.વર્ષ 21 રહે. સામોટ , ડોડવાફળીયુ , તા. દેડિયાપાડા જી. નર્મદા (2) નરેન્દ્ર રુપસીંગ વસાવા રહે. સામોટ , ડોડવાફળીયુ , તા . દેડિયાપાડા નાઑને ઝડપી પાડયા હતા જયારે આરોપી 3) ઇશ્રવર નવાભાઇ વસાવા નાઓનો ફરાર થઈ ગયો હતો, પોલીસે ઝડપેલા આરોપીઓ પાસે થી વિમલ ના થેલા અને સ્કુલ બેગ માથી 515 નંગ દારૂ ના પ્લાસ્ટિક ના કવાટરિયા કિંમત રુપિયા 25750 મોબાઈલ નંગ 1 કિંમત રુપિયા 1000 બે યુનિકોન મોટરસાઈકલ કિંમત રુપિયા 50000 મળી કુલ રુપિયા 76750 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે ઝડપેલા આરોપી ઓ ની પુછપરછ કરતા તેઓ વિદેશી દારૂ નો જથ્થો મહારાષ્ટ્ર ના અકકલકુવા તાલુકા ના સોરાફળી ખાતે ના વેલકમ બિયર બાર માથી અર્જુન વસાવે પાસે થી લાવ્યા હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે બીયર બાર વાળા સામે પણ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી ફરાર આરોપી ને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here