સાંસદ મનસુખભાઈ વસાવાએ ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે આંગણવાડી તથા વાઘપુરા ગામે પીવાના પાણીની ટાકીનું ખાતમુહુર્ત કર્યુ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સરકાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તત્પર હોય વાલી ઓને બાળકો ને આંગણવાડી મા મોકલવા સાંસદ ની હાંકલ

સાંસદ મનસુખભાઈ વસાવા એ આજરોજ ભરુચ જીલ્લા ના ઝધડીયા તાલુકા ના ઉમલલા ગામે આંગણવાડી અને વાધપુરા ગામ ખાતે પીવાના પાણીની ટાંકી નુ ખાતમુહૂર્ત કર્યુ હતુ.

આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા સાંસદ મનસુખભાઈ વસાવા એ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તથા ભારત સરકાર પીવાના પાણીના પ્રશ્નોને હલ કરવા માટે જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ યોજના હેઠળ અનેક યોજનાઓ અમલમાં મૂકેલ છે અને પીવાના પાણીના પ્રશ્નોને હલ કરવા માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. સાથો સાથ શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે બાલમંદિરથી ઉચ્ચ શિક્ષણ સુધી સરકાર ખૂબ જ કાળજી રાખી રહી છે. જેમ કે આંગણવાડીના મકાનો, પ્રાથમિક શાળાઓના તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મકાનો જેવી તમામ માળખાગત સુવિધાઓ શહેરોની જેમ ગામડાઓમાં પણ પુરી પાડી રહી છે, તો આપણી પણ ફરજ છે કે સરકાર આપણને આટલું સારું પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે, તો આપણે પણ આપણા બાળકને નિયમિત આંગણવાડીમાં મોકલીએ અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે ત્યાં સુધી આપણે પણ કાળજી રાખીએ તેવી અપીલ સાસદે કરી હતી.

ખાતમુહુર્ત પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા સાથે ઝઘડીયા તાલુકા ભા.જ.પા પ્રમુખ અતુલભાઈ પટેલ, ઝઘડીયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, ભાજપ અગ્રણી રશ્મિકાંત પંડ્યા, ભરૂચ જિલ્લા પંચાયત સદસ્ય તથા ઝઘડીયા તાલુકા ખરીદ વેચાણ સંઘ-ચેરમેન મહેન્દ્રસિંહ વાસંદીયા, ઝઘડીયા તાલુકા પંચાયત સદસ્ય ભાર્ગવભાઈ પટેલ , ઝઘડીયા તાલુકા ભા.જ.પા યુવા મંત્રી પ્રતિકસિંહ મહિડા,ઉમલ્લા ગામના સરપંચશ્રી દશરથભાઈ વસાવા, મનુભાઈ વસાવા, ભાજપ આગેવાન સંજયભાઈ વસાવા, ઝઘડીયા તાલુકા ભા.જ.પા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ, કેતવભાઈ દેસાઈ તથા દિનેશભાઈ વસાવા, સહકારી આગેવાન અને ખેડૂત અગ્રણી અશોકભાઈ પટેલ તથા હરેન્દ્રસિંહ ઘરીયા, ઝઘડીયા તાલુકા ભા.જ.પા યુવા મોરચા મંત્રી પ્રતિકસિંહ મહિડા, ડભાલ ગામના આગેવાન દિનેશભાઈ વસાવા તથા સુરેશભાઇ વસાવા વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here