કાલોલમાં ગણપતિ ઉત્સવનું સમાપન, ભારે હૈયે વિદાય આપી

ભારે હૈયે લોકોએ ગણપતિદાદાને વિદાય આપી, શામળદેવીમાં બાળકીઓ દ્વારા પ્રાર્થના

કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા

કાલોલ તાલુકાના ગામમાં ઘર આંગણે ગણપતિ દાદાનુ વિસર્જન તથા બાળાઓ દ્વારા કરાયેલ પ્રાર્થનાની તસ્વીર

કાલોલ નગરમાં દસ દિવસનું આતિથ્ય માણીને ગણપતિ દાદાને આજરોજ મંગળવારે વિદાય આપવામાં આવી છે કોરોનાની મહામારીને કારણે યુવક મંડળો દ્વારા પણ ઇકો ફ્રેન્ડલી અને નાની મૂર્તિઓની સ્થાપના કરેલી હોવાથી ઘણી બધી જગ્યાએ ફળિયામાં ઘરોમાં ગણપતિ દાદાનુ વિસર્જન કરતા લોકો જોવા મળ્યા. લોક મંડળો દ્વારા શાસ્ત્રો પૂજા વિધિ કરી દસ દિવસ દરમિયાન ફળોનો ભોગ છપ્પન ભોગ જેવા વિવિધ મનોરથ ગણપતિદાદાને ધરાવી ઉત્સાહ પૂર્વક પૂજા વિધિ કરી ઘણા બધા ભાવિક ભક્તોએ પોતાના ઘરે ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાને સ્થાપિત કર્યા હતા તેવા લોકોએ પણ પોતાના ઘર આંગણે બાલટીમાં ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું દર વર્ષની જેમ ચાલુ વર્ષે વિસર્જન યાત્રા પર પ્રતિબંધ હોવાથી એકદમ શાંતિ પૂર્વક પોતપોતાના ઘરે અને મોહલ્લામાં વિસર્જનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો નદી કિનારે મૂર્તિ વિસર્જન ઉપર પ્રતિબંધ હોવાથી કાલોલ પોલીસ દ્વારા જાહેરનામાંનો અમલ કરાવવા માટે નદી કિનારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાલોલ ઉપરાંત તાલુકાના કેટલાક ગામોમાં પણ ગણપતિ દાદાનુ વિસર્જન શ્રદ્ધાપૂર્વક કરવામાં આવ્યું હતું. કાલોલના શામળદેવી ગામમાં નાની બાળાઓ દ્વારા કોરોનાની મહામારી આ વિશ્વમાંથી જલદી દૂર થાય તેવી ગણપતિ દાદાને પ્રાર્થના કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here