નર્મદા જીલ્લામા અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા ગ્રાહક જાગરણ પખવાડિયાનો પ્રારંભ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળા ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદાએ દિપ પ્રગટાવી ગ્રાહક જાગરણ પખવાડિયા કાર્યક્રમનો પ્રારંભ કર્યો

ગ્રાહકોને યોગ્ય માર્ગદર્શન મળતું ન હોવાના કારણે અને જાગૃતિના અભાવે ગ્રાહકોનું શોષણ થાય છે

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા નર્મદા જિલ્લામાં ગ્રાહક જાગરણ પખવાડિયા નો પ્રારંભ થયો છે. તા 15 થી 30 ડિસેમ્બર સુધી ચાલનારા ગ્રાહક જાગરણ પખવાડિયાના કાર્યક્રમનું સ્વામી વિવેકાનંદની તસવીર દીપ પ્રગટાવીને ગ્રાહક જાગરણ પ્રખવાડીયા કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. જેમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદાના સંયોજક પ્રવીણસિંહ ગોહિલ તથા સદસ્યો દીપક જગતાપ, મહેશભાઈ ઋષિ, દીપલ સોની, યોગેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો એ ગ્રાહક જાગરણ પખવાડિયા નું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ગ્રાહક વેપારીઓ માટે દેવતા સમાન આદર્શ હોય છે.પણ આજકાલ ડગલેને પગલે ગ્રાહક નાની મોટી છેતરપંડીનો ભોગ બને છે. ગ્રાહકોને યોગ્ય માર્ગદર્શન મળતું ન હોવાના કારણે તેમ જ ગ્રાહક સુરક્ષાના કાયદાઓ જાણતો ન હોવાને કારણે ગ્રાહકોનું શોષણ થાય છે. બજારમાં શાકભાજી કે કરિયાણાની દુકાને જતા ગ્રાહક વજનમાં અને કોલેજમાં છેતરાય છે.ઘણા વેપારીઓ આદર્શ વજન કાંટા, ઈલેક્ટ્રોનિક કાંટો મૂકતા નથી, ત્યારે આવા આદર્શ વજન કાંટા મુકવાની જરૂર છે.
મીઠાઈ અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા ફુડ ઇન્સ્પેકટર દ્વારા આવા નમુનાનો અવારનવાર ચેકિંગ કરવું જરૂરી છે.મીઠાઇ ફરસાણની દુકાનોમાં ભેળસેળ થતી હોય તેના નમૂના લઇ સઘન ચેકિંગ થતું નથી.ઉપરાંત બજારમાં વેચાતા માસ્કના ભાવમાં પણ ગ્રાહકો સાથે લૂંટ થતી હોઈ ગ્રાહકોને જાગૃત થવા અનુરોધ કર્યો હતો ઉપરાંત દરેક ગ્રાહકોએ માલ ખરીદતી વખતે અવશ્ય લેવા અનુરોધ કર્યો હતો નર્મદામાં ગ્રામ્ય વિસ્તારોમાં અને બે હાઈવે પણ બોટલો અને કાર્બમાં વધુ ભાવે વેચાતા ગેરકાયદે પેટ્રોલ-ડીઝલના વિચાણકારોનો ગેરકાયદે પ્રવૃત્તિ પર બ્રેક મારવીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ આ પ્રસંગે સંયોજક પ્રવીણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે નર્મદામાં ડ્રગ્સ એન્ડ ફૂડની કચેરી કાર્યરત કરવા અંગે તથા રાજપીપળા નગરપાલિકામાં લાંબા સમયથી ફુડ ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી છે જે પુરવા બાબતે તથા તોલમાપ કચેરી દ્વારા ગ્રાહકોને ઓછા વજનના માલ આપી વેપારીઓ દ્વારા થતી છેતરપિંડી અટકાવવા તેમજ રાજપીપળાના લાંબા સમયથી બીએસએનએલ કચેરીમાં સ્ટાફના અભાવે ગ્રાહકોની બીએસએનએલ સેવા ખોરવાઈ ગઈ હોવાથી, બીએસએનએલ કચેરીમાં સ્ટાફની ભરતી કરવા અંગે,તથા રાજા રજવાડા સમયથી ચાલતી રાજપીપળા અંકલેશ્વર રેલવે બંધ થઇ જતાં સામાન્ય ગરીબ જનતા માટે આશીર્વાદ રૂપ આ સેવા ચાલુ રાખી તેને કેવડીયા સુધી લંબાવવા માટે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર ગીતાબેન રાઠવાને આવેદનપત્ર આપવાનું તથા ગ્રાહક જાગૃતિ અર્થે હેન્ડ બિલ પ્રગટ કરી લોકો સુધી પહોંચાડી ગ્રાહકોને જાગૃત કરવા સર્વાનુમતે નક્કી કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here