જિલ્લા ભાજપ યુવા મોરચામાં પણ પરિવર્તનનો પવન : સાગર ચૌધરી નવા સુકાની મહામંત્રી તરીકેની જવાબદારી અલ્કેશ જોશી અને રમેશ દેસાઈના શિરે

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

બનાસકાંઠા જિલ્લા ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર કરી નવા માળખામાં નવા અગ્રણીઓને સ્થાન આપવાનો સિલસિલો યુવા મોરચામાં પણ જળવાઈ રહ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે જિલ્લા ભાજપ યુવા મોરચાનું સુકાન વડગામના યુવા કાર્યકર સાગર ચૌધરીને સોંપ્યું છે જ્યારે મહામંત્રી તરીકેની મહત્વની જવાબદારી ડીસા તાલુકાના મુડેઠા ગામના અલ્કેશ જોશી અને દિયોદરના રમેશભાઈ દેસાઈને સોંપાઈ છે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ભારતસિંહ ભટેસરિયા અને હરેશભાઇ ચૌધરી જેવા સફળ સુકાનીઓના સક્ષમ નૈતૃત્વ હેઠળ બનાસકાંઠાની યુવા મોરચાની ટીમની કામગીરી પ્રદેશસ્તર સુધી વખણાઇ ચુકી છે ત્યારે નવા હોદ્દેદારોએ પણ યુવા મોરચાની સક્રિયતા જાળવી રાખવા સતત સજાગ રહેવું પડશે. નવા હોદ્દેદારોને શુભકામનાઓ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here