નર્મદા જીલ્લાના પાસાના આરોપીને સુરતથી ઝડપી પાડતી LCB નર્મદા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

પાંચ માસ પહેલા દેડિયાપાડા ના સંદિપ વસાવા નો પાસા નો ઓર્ડર જારી થયેલ જેની અગાઉ થીજ જાણ થતા આરોપી ફરાર થયો હતો -જેને ઝડપી પડાયો

વડોદરા રેન્જ આઇ જી હરિકૃષ્ણ પટેલ સહિત નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિહ ની સુચના અને માર્ગ દર્શન થી પાસા સહિત ના ફરાર આરોપી ઓને ઝડપી પાડવા અને ગુનાહિત પ્રવૃત્તિ ઓ ને અંકુશમાં રાખવા નર્મદા જીલ્લા LCB પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ એ. એમ. પટેલ સહિત ના સ્ટાફ સક્રિય બનેલ હોય ને છેલ્લા પાંચ પાંચ મહિનાઓ થી પાસા ના ઓર્ડર જારી કર્યા છતા નાસતો ફરતો દેડિયાપાડા ના એક બુટલેગર ને સુરત ખાતે થી ઝડપી પાડયો હતો અનેપાલનપુર ની જેલ ખાતે રવાના કર્યો હતો.

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર દેડિયાપાડાતાલુકા ના જરગામ ખાતે રહેતો આરોપી બુટલેગર સંદિપ જેઠાભાઈ વસાવા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય તેના પાસા હેઠળ અટકાયત કરી પોરબંદર ખાતે ની જેલ માં મોકલવાના ઓર્ડર પાંચ મહિના પહેલા જારી કરવામાં આવેલ પરંતુ આ રીઢા આરોપી ને તેના પાસા ના ઓર્ડર જારી થયાની અગાઉ થીજ જાણ થતા આરોપી ફરાર થયો હતો. આરોપી પાંચ પાંચ મહિના ઓ થી નાસતો ફરતો હોય નર્મદા LCB પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલ નાઓ ને બાતમી મળેલ હતી કે આ આરોપી સુરત ખાતે હોય પોતાના સ્ટાફ ના જવાનો પ્રકાશ રતિલાલ , સંજય પુનિયાભાઈ , રાકેશ ચંપકભાઈ નાઓને સુચના આપી સુરત રવાના કર્યા હતા જેઓએ બાતમી વાળા સથળે થી આરોપી ને ઝડપી પાડયો હતો અને પાલનપુર ખાતે ની જેલ માં મોકલી આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here