નર્મદા જીલ્લાના મારુઢીયા ગામે જુગાર રમતા 12 જુગારીઓને નર્મદા LCB પોલીસે ઝડપી પાડયા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ઝડપાયેલા જુગારીઓ પાસે થી પોલીસે રુપિયા 2.52 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો

ડભોઇ , સંખેડા , રાઠોડ , તિલકવાડા સહિત ના વિસ્તારો ના જુગારીઓ છેક મારુઢીયા ગામે જુગાર રમવા કેમ આવ્યા ? શુ જુગારધામ શરુ કરાયુ હતું ?

નર્મદા જીલ્લા મા બેનંબરી આંકડા જુગાર નો વેપલો કરતા બુટલેગરો નો રાફડો ફાટ્યો છે તયારે તેઓને ઝબ્બે કરવા માટે ની કડક સુચના અને માર્ગ દર્શન જીલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા આપવામાં આવેલ હોય ને નર્મદા જીલ્લા LCB પોલીસ સતત આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ને ડામવા તેના પર સતત નજર રાખી અસામાજિક પ્રવૃત્તિઓ ને અટકાવતી હોય છે.

નર્મદા જીલ્લા ના તિલકવાડા તાલુકા ના મારુઢીયા ગામ ખાતે ના રેલ્વે ટ્રેક ની નીચે કોતર મા ગેરકાયદેસર રીતે જુગાર રમાતું હોવાની બાતમી નર્મદા LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ. પટેલ નાઓ ને મળતા બાતમીના આધારે પોલીસ જવાનો સાથે રેડ કરી 12 જુગારીઓ ને ઝડપી પાડયા હતા અને તેમની પાસે થી રુપિયા 252020 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે ઝડપેલા જુગારીઓ મા 1)દિવાન બિસમીલલાશા બચુશા રહે. રાઠોડ નવીનગરી , ડભોઇ 2) મનસુરી ઇમરાન સલીમભાઈ રહે.સંખેડા 3) મહેશ ગોવિંદભાઇ રબારી રહે. નવા ટાવરની પાસે સંખેડા 4) નરેન્દ્રકુમાર શંકરલાલ દરજી રહે. બહાદરપુર જુના બજાર 5) હારદિક રમેશચંદ્ર મોચી રહે. અક્ષય ઉપવન સોસાયટી , ડભોઇ 6) આશિષ સુનિલ શાહ રહે.ચોકસીવાડ ડભોઇ 7) કૃણાલકુમાર કિરીટભાઈ પટેલ રહે.કાઠીયાવાડ તિલકવાડા. 8) તુષાર નરસિંહ વસાવા રહે. સરિતા સોસાયટી ડભોઇ 9) ભીખાભાઈ વિરમભાઈ પરમાર રહે. તિલકવાડા 10 ) રક્ષિત વિમલભાઇ પટેલ રહે ગુંદીયા સંખેડા. 11) સંજય ખોડાભાઇ રાવલ રહા.જલોદરા તા. તિલકવાડા અને 12) મીતેશ જયંતીભાઈ માછી રહે.માછીવાડ તિલકવાડા નાઓને રેડ દરમ્યાન ઝડપી પાડયા હતા અને તેમની પાસે થી રુપિયા 71020 રોકડા તેમજ મોબાઈલ સહિત મોટરસાઈકલો મળી કુલ 252020 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી ઓ ને તિલકવાડા પોલીસ મથક ના હવાલે કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here