છોટાઉદેપુર જિલ્લામાં અલગ અલગ સ્થળે એસ.વી.એસ ૧ અને એસ.વી.એસ 2 નો વિજ્ઞાન મેળો યોજાયો

બોડેલી,(પંચમહાલ) ઇમ્તિયાઝ મેમણ :-

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી છોટાઉદેપુર તેમજ શ્રીમતી વી. આર. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ પાવીજેતપુર તથા ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા બોડેલી , મુકામે છોટાઉદેપુર જિલ્લાના એસ.વી.એસ ૧ અને એસ.વી.એસ 2ના વિજ્ઞાન મેળો યોજાયો હતો છોટાઉદેપુર જિલ્લાના ત્રણ તાલુકા છોટાઉદેપુર, કવાંટ અને પાવીજેતપુર આ ત્રણ તાલુકા નું એસ.વી.એસ ૧, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શાળા વિકાસ સંકુલ નો વિજ્ઞાન મેળો પાવીજેતપુર ખાતે શ્રીમતી વી. આર .શાહ સાર્વજનિક હાઈસ્કૂલ અને નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકા નું એસ.વી.એસ 2 સરદાર વલ્લભભાઈ પટેલ નું ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા બોડેલી ખાતે વિજ્ઞાન મેળો યોજાયો હતો કોરોના ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ બંને એસ.વી.એસ ના વિજ્ઞાન મેળા online, google meet અને teams એપ્લિકેશન પર તમામ સ્પર્ધકોએ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું એસ.વી.એસ એકમાં 22 કૃતિઓ હાજર રહી જ્યારે એસ.વી.એસ બેમાં ૨૭ જેટલી કૃતિઓ હાજર રહી આ વિજ્ઞાન મેળામાં અલગ-અલગ પાંચ વિભાગોમાં સ્પર્ધકોએ ભાગ લીધો અને ભવિષ્યના બાળ વૈજ્ઞાનિકોને જેતે શાળા દ્વારા પુરતુ માર્ગદર્શન આપીને તૈયાર કરવામાં આવ્યા હતા સદર બંને એસ માંથી શ્રેષ્ઠ બે કૃતિઓ પસંદ થઈ જેનું પરિણામ હવે પછી ડાયટ દ્વારા જાણ કરી છોટાઉદેપુર જિલ્લાના વિજ્ઞાન મેળામાં ભાગ લેશે .બાળ વૈજ્ઞાનિકોને online presentation અદ્ભુત અનુભવ રહ્યો સદર જિલ્લાની બંને શાળાઓના સાથ સહકારથી આ વિજ્ઞાન મેળો સંપન્ન થયો એસ.વી.એસ એકમાં સરદાર વિજ્ઞાન મેળાનું સંચાલન આર. એચ. પરમાર અને એસવીએસ 2 . મા પી.કે કડિયા દ્વારા કરવામાં આવ્યું હતું હવે પછી જિલ્લાના વિજ્ઞાન મેળામાં આ બંને એસવીએસ ના પાંચ વિભાગોમાંથી 2 શ્રેષ્ઠ કૃતિઓ ભાગ લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here