નર્મદા જીલ્લાના દેડિયાપાડાના નિવાલદા ગામની મિશન સ્કુલમાથી મોટરની ચોરી કરનારા ચોરોને ઝડપી પાડતી પોલીસ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

કનબુડી અને નિવાલદાના બે યુવાનોને ચોરીના ગુનામાં ઝડપી 10 હજાર ની કિંમત નો મુદ્દામાલ જપ્ત

નર્મદા જીલ્લા ના દેડિયાપાડા તાલુકા ના નિવાલદા ગામ ખાતે ની મિશન સ્કુલ મા થી ઇલેક્ટ્રિક મોટર ની ચોરી કરનારા બે ચોરટા ઓને દેડિયાપાડા પોલીસે ગણતરી ના કલાકો માજ ઝડપી પાડયા હતા અને તેમની પાસે થી રુપિયા 10 હજાર ની કિંમત ની મોટર પણ જપ્ત કરી હતી.

મળતી માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકા ના નિવાલદા ગામ ખાતે આવેલી મિશન સ્કુલ ખાતે ના રુમ માં ન્યુ એક્સપર્ટ કંપની ની ઇલેક્ટ્રિક મોટર કિંમત રુપિયા 10 ની મુકી હતી જે કોઈ ચોરટાઓ રુમ નુ તાળું તોડી ને ચોરી કરી ને લઇ ગયા હોવાની ફરિયાદ દેડિયાપાડા પોલીસ મથકમાં નોધાવી હતી.

પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જીલ્લા પોલીસ વડા હિમકરસિહ અને નાયબ પોલીસ વડા રાજેશ પરમાર ની સુચના અને માર્ગ દર્શન થી દેડિયાપાડા પોલીસ સ્ટેશન ના સર્કલ ઇન્સ્પેક્ટર પી.પી.ચોધરી ના સુપરવિઝન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.આર.ડામોર અને એ . એન. પરમાર સહિત પોલીસ મથકમાં ફરજ બજાવતા જવાનો પેટ્રોલિંગ મા હતા ત્યારે પી. એસ.આઇ. એ. આર. ડામોર ને તેમના બાતમીદારો દ્વારા બાતમી મળેલ હતી કે નિવાલદા ની સ્કુલ મા થી ઇલેક્ટ્રિક મોટર ચોરી કરનારા ચોરો દેડિયાપાડા ખાતે મોટર વેચવા માટે આવનાર છે , જેથી પોલીસે ધામણખાડી પાસે નાકાબંધી કરી ચેકીંગ હાથ ધરતા આરોપીઓ 1) અનેશ કેમજીભાઇ વસાવા રહે. કનબુડી તા. દેડિયાપાડા અને 2) અજય નિલેષભાઈ વસાવા રહે.નિવાલદા તા. દેડિયાપાડા ઓને રોકી તેમની તલાસી કરતા તેમના પાસે થી ચોરી કરેલ ઇલેક્ટ્રિક મોટર મળી આવતા બનને ને ઝડપી પાડયા હતા અને તેમની સામે ચોરી નો ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here