ઉનાઈ માતાથી ફાગવેલ ગુજરાત ગૌરવ યાત્રા પંચમહાલ જીલ્લાના શહેરામાં આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

ઉનાઈ માતાજી નીકળી ફાગવેલ ગુજરાત ગૌરવ યાત્રા પંચમહાલ જિલ્લાના હાલોલ કાલોલ અને ગોધરા થઈ શહેરા ખાતે આવી પહોચી હતી જેનું શહેરા તાલુકાના ખાંડીયા ગામે સ્વાગત કરવામાં આવ્યું હતું 1000 જેટલા બાઈકો ની રેલી દ્વારા ગૌરવ યાત્રાને શહેરા નગરના કેશવ મેદાનમાં જાહેર સભા યોજાઈ જેમાંકેન્દ્રીય મંત્રી રાજકુમાર રંજયજી કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણજી નું સ્વાગત ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે એ કર્યુ તથા મંચસ્થ મહાનુભવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગુજરાત ગૌરવ યાત્રા મા સાંસદ રતનસિંહ રાઠોડ ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ શહેરા તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા મહામંત્રી જીજ્ઞેશભાઈ પાઠક તથા જિલ્લાના અન્ય પદાધિકારી કાર્યકરો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. તથા હજારો ની સંખ્યામાં જનમેદની સભામાં હાજર રહી હતી ત્યાર બાદ આ ગૌરવ યાત્રા શહેરા ગામેથી લુણાવાડા જવા પ્રસ્થાન કરાવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here