નર્મદા જીલ્લાના ડાબકા ગામના ઢોંગી તાંત્રિક સામે સાગબારા પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ

સાગબારા,(નર્મદા) આશિક પઠાણ :-

વિધિ કરવાના બહાને મહિલા સાથે શારીરિક અડપલા કરી દુષકરમ આચરતા તાંત્રિક ને સાગબારા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

ટેકનોલોજી સભર એકવીમી સદી મા વિજ્ઞાન અને ટેકનોલોજી એ તમામ ક્ષેત્રે હરણફાળ ભરી છે, આધુનિક વૈજ્ઞાને અનેક વિધ પ્રગતિ સાધી છે તેમ છતાં પણ આજેય આદિવાસી પછાત વિસ્તારમાં વસતા લોકો અંધશ્રદ્ધા અને ભુવા જાગરીયા તેમજ તાંત્રિકો ના ચંગુલ મા ફસાતા હોય છે, અંધશ્રદ્ધા આદિવાસી સમાજ સહિત તમામ સમાજો મા જોવા મળે છે, જેમાં ફસાઇ લોકો પોતાના નાણાં સહિત પોતાના જીવ પણ ગુમાવતાં હોય છે , તયારે આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જીલ્લા ના એક ગામ મા અંધશ્રદ્ધા મા માનનારી એક મહિલા એ પોતાની આબરુ અંધશ્રદ્ધા ના રવાડે ચડી ગુમાવવાનો વારો આવતા સમગ્ર વિસ્તાર માં આ મામલો લોકો મા ભારે ચર્ચાસ્પદ બનેલ છે .

બનાવ ની વાત કરીએ તો નર્મદા જીલ્લા ના સાગબારા તાલુકાના ચિમ્બાપાણી ગામની મહિલા સાથે તાંત્રિક વિધિ કરવાના બહાને શારિરીક અડપલા કરી અને તેણી ની સાથે દુષકરમ આચરનાર એક પાખંડી તાંત્રિક નો કિસ્સો પ્રકાશ મા આવ્યો છે જે પાખંડી તાંત્રિક ને સાગબારા પોલીસે ગણતરી ના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હેમાબેન તે વિક્રમભાઈ કાંતિલાલભાઈ વસાવાની વિધવા પત્ની ઉ.વ.૨૮, ચિમ્બાપાણી, નિશાળ ફળિયું, તા.સાગબારા જી.નર્મદા નામની આ બેનને માનસિક અસર હોય તેઓને ભુવા જાગરીયા કરાવવા ડાબકા ખાતે તાંત્રિક પાસે લઈ ગયા હતા. ત્યાં લઇ ગયા પછી તાંત્રિકે તેમની સાથે આવેલ સાહેદો ને  જણાવેલ કે હેમાબેન ને માનસીક અસર છે. તેમની તાંત્રિક વિધિ કરવી પડશે કહી નજીકમાં આવેલ ખાડી ના કિનારે લઈ ગયો હતો. ફરીયાદી સાથે ગયેલ સાહેદો ને ત્યાંથી દૂર મોકલી આપ્યા હતા.ત્યારબાદ પાંખડી તાંત્રિકે ફરિયાદી ઉપર તાંત્રિક વિધિ કરવા ખાડીમાં આવેલ પાણીમાં બેસાડી માથાંના વાળ પકડી પાણીમાં ડુબાડી બહાર કાઢી પુછેલ કે ” કેટલા માણસો, બકરા, ઢોરો ખાધા છે” તેમ કહી આ પાખંડી તાંત્રિકે તાંત્રિક વિધિ કરવાના બહાને શારીરિક અડપલા કરી તેના ગુપ્તાંગ ના ભાગો ને અડી છેડછાડ કરી તેણી સાથે દુષકરમ પણ આચરતો હોવાનું ભોગ બનનાર મહિલા એ પ્રકાશ મા લાવતા સમગ્ર મામલે ભારે ચકચાર મચી જવા પામી છે,

તાંત્રિક ની બદદાનત નો ભોગ બનનાર મહિલા એ આ બાબતની ફરિયાદ સાગબારા પોલીસ મથકે નોંધાવતા સાગબારા પી.એસ.આઈ. કે. એલ.ગલચર તથા પોલીસ સ્ટાફના માણસોએ ઢોંગી તાંત્રિક આરોપી ઉતરીયાભાઈ આંબીયાભાઈ કોટવાળીયા ( રહે. ડાબકા તા. સાગબારા જી. નર્મદા ) ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી તેની સામે બળાત્કાર ની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here