નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના ઉભારિયા ગામ ખાતે કોંગ્રેસ આગેવાન ફૈઝલ પટેલના હસ્તે વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત

સાગબારા, (નર્મદા) આશિક પઠાણ :-

કોંગ્રેસ કાર્યકરો સાથે સાગબારાના ગેસ્ટ હાઉસ ખાતે મિટિંગ યોજી

આગામી દિવસોમાં લોકસભાની ચુંટણી યોજાનાર છે ત્યારે ચૂંટણીઓ ને ધ્યાનમાં રાખીને સંગઠનને મજબુત બનાવવા માટે સ્વ . અહેમદભાઈ પટેલ ના પુત્ર ફૈઝલ પટેલ આદીવાસી વિસ્તારો માં લોક સંપર્ક કરી રહયા છે આગેવાનો સાથે મુલાકાત કરી રહ્યા છે સાગબારા નાં ગેસ્ટ હાઉસ ખાતે અગત્યની મિટીંગ યોજી હતી એમાં ફેસલભાઈ અહમદભાઈ પટેલ હાજર રહ્યા હતાં અને આગેવાનો સાથે ચર્ચા વિમર્શ કર્યો હતો. એ પ્રસંગે માજી ધારાસભ્ય અમરસિંહ વસાવા સહિત ના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાnઅને કોંગ્રેસ કાર્યકર ને માર્ગદર્શન આપ્યું હતું.

ત્યાર બાદ ફૈઝલ પટેલ ના પ્રયાસ થી ઉભારિયા ગ્રુપ ગ્રામ પંચાયત માં રસ્તા અને સોલાર ની ગ્રાન્ટ ની ફાળવણી થઇ હતી જેથી લોકો ની માંગણી હતી જે ગામ મા આવી ફૈઝલ પટેલ ખાતમુર્હૂત કરે જેથી તેઓ એ ગામ ની મુલાકાત લઇ વિકાસ ના કામો નું ખાતમુહૂર્ત કર્યુ હતું.

ફૈઝલ અહમદભાઈ પટેલ માટે આદિવાસી વિસ્તારમાં લાગણી જોવા મળી રહી છે,
લોકો માં એ વાત ચર્ચાસ્પદ બની રહી છે કે ભરૂચ લોકસભા ની બેઠક પર તેઓ કૉંગ્રેસ ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે અને આદીવાસી વિસ્તારો મા મૃતઃપ્રાય બનેલ કૉંગ્રેસ પાર્ટી ને જીવંત કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here