ડીસાના બુરાલ ગામે ખેતરમાં કામ કરતા યુવક ઉપર વીજળી પડતા યુવકનું મોત…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડીસા પંથક માં શનિવાર સાંજ થી ભારે વરસાદ શરૂ થયો હતો અને રવિવાર સવાર સુધી ચાલુ રહ્યો હતો જેના લીધે અનેક ગામ ના ખેતરોમાં વરસાદી પાણી ભરાતા પાક ને નુકસાન થયું હતું ત્યારે બુરાલ ગામ એક ખેતરમાં કામ કરતા ખેત મજૂર પર વીજળી પડતા યુવક નું કરુણ મોત થયું છે.

આ બનાવ ની વિગત એવી છે કે ડીસા તાલુકાના બુરાલ ગામ માં રહેતા જગમાલ ભાઈ પટેલ ના ખેતર માં મજૂર તરીકે કામ કરતો એક યુવક ખેતરમાં આવેલી તમાકુની ફળીમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેના ઉપર વીજળી પડતા યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here