નર્મદા જીલ્લા પોલીસની અસામાજિક પ્રવુતિઓ સામે લાલ આંખ

સાગબારા, (નર્મદા) આશિક પઠાણ :-

સાગબારા તાલુકાના મોટા કાકડીઆંબા ગામમાં જુગાર રમતાં 8 જુગારી ને ઝડપી રૂપિયા 11340 નો મુદ્દામાલ જપ્ત

નર્મદા જિલ્લા પોલીસવડા ની સુચના અને માર્ગદર્શનથી નર્મદા જિલ્લા પોલીસ અસામાજિક પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વો ઉપર ચાંપતી નજર રાખી રહી છે, ત્યારે સાગબારા પોલીસ મથક હેઠળના કાકડીઆંબા ગામ ખાતે જુગાર રમતા 8 જુગારીયાઓને ઝડપી પોલીસે રૂ . 11,340 નો મુદ્રાવાલ જપ્ત કર્યો હતો.

મળતી માહિતી અનુસાર સાગબારા પોલીસે બાતમીના આધારે મોટા કાકડીઆંબા ગામમાં ચાલતા જુગાર પર રેડ કરી હતી, રેડ દરમ્યાન પત્તા પાના નો જુગાર રમતા (૧) ખાપરીયાભાઇ બાપુભાઇ વસાવા (૨) નવીન નાનસીંગભાઇ વસાવા(૩) જીતેન્દ્ર સોનજીભાઇ(૪) સરદારસીંગ ભીમસીંગભાઇ વસાવા(૫) યોગેશ જેયાભાઇ વસાવા (૬) ગુલાબસીંગ આમસ્યાભાઇ વસાવા (૭) રાકેશ વિલાશભાઇ વસાવા તથા (૮) અમરસીંગ વેલજીભાઇ વસાવા,તમામ રહે.મોટાકાકડીઆંબા ને ખાપરીયાભાઇ બાપુભાઇ વસાવાના ઘરની બાજુમાં ખુલ્લી જગ્યામાં હાર જીતનો જુગાર રમી રમાડતા ઝડપી પાડયા હતા.

પોલીસે રેઇડ દરમ્યાન ઝડપેલા ઇસમોની અંગ ઝડતી કરતા તેમની પાસે થી રોકડ રૂપીયા ૯૨૧૦/-તથા દાવ ઉપરના રોકડા રૂા.૨૧૩૦/-મળી કુલ રૂપિયા-૧૧,૩૪૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો જે જપ્ત કરી જુગારીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here