નર્મદા જીલ્લાના સાગબારા ખાતે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામીણ યોજનાની બેઠક સરપંચો સાથે યોજાઇ

સાગબારા, (નર્મદા) આશિક પઠાણ :-

સાંસદ મનસુખ વસાવા એ સરકાર ની આદિ આદર્શ ગ્રામ યોજના થી સરપંચો ને વાકેફ કર્યા

નર્મદા જિલ્લાની સાગબારા તાલુકા પંચાયત કચેરી ખાતે સાંસદ મનસુખ વસાવા ની અધ્યક્ષતા માં પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામિણ યોજનાની બેઠક મળી હતી જેમા સાંસદ મનસુખ વસાવા એ તમામ સરપંચો ને કેન્દ્ર સરકારની આદિ આદર્શ ગ્રામિણ યોજના અને વિવિધ યોજના અંતગર્ત મળતાં લાભ લાભાર્થીઓને મળે તે વિશે માહિતગાર કર્યા હતાં. અને યોજનાઓ ની વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત ગુજરાત પેટર્ન, એટીવીટી અને નાણાપંચ ગ્રામવિકાસ ગ્રાન્ટનો ગામડાના વિકાસમાં યોગ્ય રીતે ઉપયોગ થાય તે અંગે નું માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ ઉપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના માનવી સુંધી પહોંચે તે માટે સરપંચો ને આહવાન કર્યું હતું. બેઠકમાં સાગબારા તાલુકાના સરપંચો, ઉપસરપંચો, રાજપીપળા પ્રયોજના વહિવટદાર, સાગબારા તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here