નર્મદા જિલ્લાના સાગબારા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે

સાગબારા, (નર્મદા) આશિક પઠાણ :-

સાગબારાની નવરચના માધ્યમિક શાળા સંકુલ ખાતે પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની રાષ્ટ્રીય પર્વની ઉજવણી થશે

જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની અધ્યક્ષતામાં ઉજવણીના પૂર્વ આયોજન-તૈયારીઓ અંગે યોજાયેલી બેઠક

નર્મદા જિલ્લામાં આગામી તા.૨૬ મી જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી સાગબારા તાલુકા મથકે કરાશે. આ દિવસે નવરચના માધ્યમિક શાળા સંકુલમાં યોજાનારા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ સહિત અન્ય સુરક્ષા જવાનોની પ્લાટુનોની પરેડ પણ યોજાશે. સાથે વિવિધ વિભાગોના ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમ, માઈક-મંડપ, લાઈટ, પાણી, વીજળી તેમજ વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીને પ્રમાણપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે. તે અંગેની તૈયારીઓ સહિત સમગ્રતયા કાર્યક્રમ શાનદાર રીતે યોજાય તે અંગેનું આયોજન અને અમલવારી કરવા સંબંધિત વિભાગોને જણાવવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની યોજાનાર ઉજવણીના પૂર્વ આયોજન-તૈયારીઓ અંગે આજે રાજપીપલા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ઉજવણીના સુચારા આયોજન માટે સંબંધિત અધિકારીઓને કામગીરીની સોંપણી કરવામાં આવી હતી. આ જવાબદારી અંગે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમના દિવસે અધિકારી-કર્મચારીઓ આ રાષ્ટ્રીય પર્વમાં અચૂક ભાગ લે તે જોવા જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના-માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ દ્વારા કાર્યક્રમ યાદગાર અને શાનદાર રીતે ઉજવાય તે માટે આપીલ કરાઈ હતી. બેઠકમાં સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here