નર્મદા જિલ્લાની સાગબારા પોલીસે મહારાષ્ટ્ર તરફથી આઇ 20 કારમાં આવતો વિદેશી દારૂનો ઝડપી ઝડપી પાડ્યો

સાગબારા, (નર્મદા) આશિક પઠાણ :-

વિદેશી દારૂના વેપલા સાથે સંકળાયેલો કારમાં સવાર એક આરોપી ફરાર એકની પોલિસે અટકાયત કરી

કાર સહિત રૂપિયા 5.08 લાખનો મુદ્દા માલ જપ્ત કરી ફરાર આરોપીને ઝડપી પાડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા

નર્મદા જિલ્લામાં મહારાષ્ટ્ર તરફથી વિદેશી દારૂ ઘુસાડવાનો વેપલો મોટા પ્રમાણમાં ચાલતો હોય પોલીસ પણ આ વેપલા ને નાથવા માટે ચાંપતી નજર રાખતી હોય છે ત્યારે મહારાષ્ટ્ર પાર્સિંગ ની આઇ 20 કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને આવતા બે ઈસમોને સાગબારા પોલીસે પાંચપીપરી ત્રણ રસ્તા પાસે ઉભા રાખતા કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો , પોલિસે ઍક આરોપી ની અટકાયત કરી હતી જ્યારે એક આરોપી ફરાર થયો હતો.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર આરોપીઓ (1) સુનિલ જભુભાઈ હળપતિ રહેવાસી. કુંતાવાડી ફળિયા ,તાલુકો પાલડી, જીલ્લો વલસાડ આરોપી નંબર ( 2) હેમંત ઉર્ફે હાર્દિક ઠાકોર પટેલ રહેવાસી વટાર નિશાળ ફળિયું , તાલુકો જીલ્લો વલસાડ ના ઓ ના 29 મી તારીખના રાત્રે મહારાષ્ટ્ર તરફથી સફેદ કલરની આઇ 20 કાર નંબર MH 47 AG 0975 માં ગેરકાયદેસર પાસ પરમીટ વિનાના વિદેશી દારૂ ના ક્વોટરિયાની અલગ અલગ બોટલો નંગ 796, 750 મિલી વીસ્કી ની બોટલ નંગ 12 વોડકા ની બોટલો નંગ 44 મળી કુલ નાની મોટી બોટલો થઈને 852 નંગ બોટલો જેની અંદાજિત કિંમત ₹ 1,07600 નો વિદેશી દારૂનો જથ્થો લઈને મહારાષ્ટ્ર તરફથી ગુજરાતમાં પ્રવેશ્યા હતા. જેઓને પાંચપીપરી ત્રણ રસ્તા પાસે પોલીસને શંકા જતા ઉભા રાખી તલાસી કરતા પોલીસને વિદેશી દારૂનો જથ્થો કાર માથી મળી આવ્યો હતો, કારમાં સવાર બે આરોપીઓ પૈકી આરોપી નંબર બે હેમંત હાર્દિક પટેલ પોલીસ ને હાથતાળી આપી ભાગી છૂટ્યો હતો.

સાગબારા પોલીસે વિદેશી દારૂ સહિત કાર મળી કુલ્લે રૂપિયા 5,08, 600નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સુનિલ જભુભાઈ હળપતિ ની અટકાયત કરી છે, જ્યારે ફરાર થયેલા આરોપી હેમંત ઉર્ફે હાર્દિક ઠાકોર પટેલને ઝડપી પાડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ વિદેશી દારૂના વેપલામાં સાગબારા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી ડી પટેલ એ તપાસ હાથ ધરી આ વેપલા સાથે અન્ય કોણ કોણ સંકળાયેલા છે તેની તલસ્પર્શી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here