નર્મદા જીલ્લાના કુનબાર ગામ ખાતે વનવિભાગ અને ગરામજનો વચ્ચે જમીન ખેડાણનો મામલો બિચકયો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

વનવિભાગ હસ્તકની જમીનમા ખેડાણ કરવાની ગ્રામજનોની હઠ, વનવિભાગની નર્સરી સહિત ઇકો ટુરિઝમ સેન્ટરમા કરી તોડફોડ

વનવિભાગના કર્મચારીઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી રુપિયા 60 હજારશનુભાઇ નુકશાન કર્યાની 13 ઇસમો સહિત 30 ના ટોળા સામે ફરિયાદ

નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના કુનબાર ગામે આવેલી નર્સરી અને ઇકો ટુરીઝમ સેન્ટર ખાતે ગ્રામજનો દ્વારા ભારેે ધાંધલ-ધમાલ મચાવી તોડફોડ કરી જંગલ જમીન ખેડવાની કોશિશ કરતા ટોળા વિરુદ્ધ વનવિભાગના કર્મચારી એ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ફરીયાદી મગનભાઇ કેસુરભાઇ વસાવા ઉ.વ ૫૧, ધંધો, નોકરી, રહે. હાલ ફોરેસ્ટ કોલોની, લીમડા ચોક, દેડીયાપાદા મુળ.રહે સોલીયા, તા.દેડીયાપાડા, જી નર્મદા એ પોતાની ફરીયાદ પોલીસ મથકમાં નોંધાવ્યા મુજબ આરોપીઓ :- (૧) અમરસીંગભાઇ નવાભાઇ વસાવા (૨) હરીસીંગભાઇ નવાભાઇ વસાવા (૩) જગદીશભાઇ જયંતિભાઇ વસાવા (૪) સંજયભાઇ સોમાભાઇ વસાવા (૫) પારસીંગભાઇ નવીયાભાઇ વસાવા (૬) ઘનશ્યામભાઇ વેસ્તાભાઇ વસાવા (૭) દિનેશભાઇ અમરસીંગભાઇ વસાવા (૮) અર્જુનભાઇ રમણભાઇ વસાવા (૯) મંગુભાઇ બામણીયાભાઇ વસાવા (૧૦) ગણપતભાઇ પારસીંગભાઇ વસાવા (૧૧) વિરસીંગભાઇ નવીયાભાઇ વસાવા (૧૨) રાજેન્દ્રભાઇ અમરાસીંગભાઇ વસાવા (૧૩) ખાનસીંગભાઇ દામજીભાઇ વસાવા તમામ રહે. કુનબાર, તા.દેડીયાપાડા, જી.નર્મદા તથા તેમના સાથે બીજા પંદરેક માણસો મળી આસરે ૨૫ થી ૩૦ જેટલા માણસોનુ ટોળુ તમામ આરોપીઓ રહે. કુનબાર તા.દેડીયાપાડા ના ઓની સામે ફરિયાદ નોંધાવી લખાવેલ છે કે આ આરોપીઓ એ એકસંપ થઇ વનવિભાગ ની નર્સરી અને કુનબાર ગામ ખાતે ના ઇકો ટુરિઝમ સેન્ટર મા ભારે તોડફોડ મચાવી હતી.

તમામ આરોપીઓ તા.૨૫/૦૬/૨૦૨૧ના રોજ સવારે ૦૯/૧૫ વાગે કુનબાર ગામની સીમમાં આવેલ જંગલ ખાતાની નર્સરી અને ઇકો ટુરીઝમ ખાતે આવી ને જંગલ ખાતાની આરક્ષીત જમીન ખેડાણ કરવા આપો તેમ કહી જંગલ ખાતાની અધિકૃત જમીન મેળવવા સારૂ આરોપીઓએ કુનબાર ગામના પોલીસ પટેલ નાઓના ઘરે ભેગા થઇ ગુનો કરવા માટેનું આગોતરૂ કાવતરૂ ધડી ,મારક હથીયારો ધારણ કરી ગેરકાયદેસર રીતે મંડળી બનાવી કુનબાર ગામની ફોરેસ્ટ રક્ષીત સેંટ્રલ નર્સરીમા ગુનાહીત પ્રવેસ કરી નર્સરીના ફુલ છોડ તથા વૃક્ષોને કાપી નાખી નુકસાન કરી તથા સરકારી ટેન્ટ તથા તેના દરવાજા અને સીક્યુરીટી કેબીનના દરવાજા અને કાંચ તથા સરકારી બાકડાઓ ને તાડફોડ કરી આસરે રૂપીયા ૬૦,૦૦૦/- જેટલુ નુકસાન પહોંચાડયું હોય તેમજ ફરીયાદી મગનભાઈ વસાવા તથા સાહેદોને માર મારી ગાલો બોલી જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી હોવાનું ફરિયાદ મા જણાવતા દેડિયાપાડા પોલીસે આરોપીઓ સામે જીલ્લા મેજીસ્ટ્રેટ નાઓના હથીયાર બંધી તથા કોવીડ ૧૯ ના જાહેરનામાનો ભંગ સહિત ઇ.પી.કો કલમ ૧૪૩, ૧૪૭,૧૪૮,૧૪૯,૧૮૮,૧૨૦-બી, ૩૩૨,૪૪૭,૫૦૪, ૫૦૬(૨),૨૬૯ તથા વન અધિનીયમ ૧૯૨૭ ની કલમ ૨૬(૧),એ.ડી એક્ તથા જાહેર મિલ્કતને નુકસાન થતું અટકાવવા બાબતે નો અધિનીયમ ૧૯૮૪ ની કલમ ૩ મુજબ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૫૧ બી તથા જી પી એક્ટ કલમ ૧૩૫ મુજબ ફરિયાદ કરી છે જેથી પોલિસે ગ્રામજનો ની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here