નર્મદા જીલ્લા પેરોલ ફર્લો સ્કોડે પ્રોહીબીશનના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા પાસેના પાટણા ગામના આરોપી સામે ઉમલલા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો

વડોદરા રેન્જ આઇ જી હરિકૃષ્ણ પટેલ સહિત નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિહ ની સુચના અને માર્ગદર્શન થી રીઢા ગુનેગારો કે જે ગુનાઓમાં સંડોવાયેલા હોય અને પોલીસ દફતરે વૉન્ટેડ હોય તેવા ઓને ઝડપી પાડવાની દિશા મા નર્મદા પેરોલ ફર્લો સ્કોડ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ. એમ. રાઠવા સહિત નાઓને સુચના હોય પોતાના બાતમીદારો ને કામે લગાડી રાજપીપળા પાસે ના પાટણા ગામ ખાતે થી પ્રોહીબીશન ના ગુનામાં દોઢ વર્ષ થી નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડયો હતો.

રાજપીપળા પાસે ના પાટણા ગામ ખાતે રહેતા આરોપી રણજીત મફતભાઈ વસાવા ઉ.વર્ષ 36 નાઓની સામે ઉમલલા પોલીસ મથકમાં પ્રોહીબીશન નો ગુનો દોઢ વર્ષ પહેલા નોધાયો હતો, પરંતુ આ આરોપી પોલીસ થી નાસતો ફરતો હતો નર્મદા જીલ્લા પેરોલ ફર્લો સ્કોડ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એમ. રાઠવા સહિત તેમના સ્ટાફ ના જવાનો એ.એસ.આઇ. મણીલાલ શામળ , અશ્રવિન જયસુખ , કાનજીભાઈ કળુજીભાઈ , ગણપત પોહનાભાઇ અને ડ્રાઇવર નરેન્દ્રસિંહ તખતસિંહ નાઓને બાતમી મળેલ હતી કે આ આરોપી પોતાના ધરે મોજુદ છે જેથી પોલીસે છટકું ગોઠવી તેને ઝડપી પાડયો હતો અને ઉમલલા પોલીસ મથકમાં હાજર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here