ધાર્મિક સિદ્વપુર નગરમાં સૌભાગ્યવતી સ્ત્રીઓને વડની પૂજા કરી વડ સાવિત્રી વ્રત ઉજવ્યુ

સિધ્ધપુર,(પાટણ) આશિષ કુમાર :-

સિદ્વપુરમાં કોરોના નો કહેર ઓછો થતા સૌભાગ્ય વતી સ્ત્રીઓ દ્વારા વડસાવિત્રી ના વ્રતની ઉજવણી કરાઈ હતી. જેમાં સામાજિક અંતર જાળવીને સૌભાગ્યવતી સ્ત્રીઓઅે પ્રાચીન વડની ફરતે સુતરનો દોરો બાંધી ગોર મહારાજ પાસે શાસ્ત્રોગત પૂજાવિધી કરાવી પોતાના પતિ નાં લાંબા આયુષ્યની તેમજ અંખડ સૌભાગ્યની મનો કામનાની ઈચ્છાપૂર્તિ થાય તેવા આશિર્વાદની કામના કરી હતી.
અષાઢ સુદ પૂનમને ગુરુવારના દિવસે વડસાવિત્રી નું વ્રત હોઈ સૌભાગ્યવતી સ્ત્રીઓ (મહિલાઓ) તેમના પતિ ઓના દીર્ઘાયુષ્ય માટે અને પરિવારજનોનું સ્વાસ્થ્ય સારું રહે તેના માટે વડ સાવિત્રી ના વ્રતનાં પવિત્ર દિવસે સોળે શિંગારે સજી વડની પૂજા કરે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ એ સિદ્ધપુર માં જુદી-જુદી પ્રાચીન ધાર્મિક સ્થાનો જેવા કે બાવાજીની વાડી, આંબાવાડી, વટેશ્વર, એલ.એસ.હાઈસ્કૂલ તેમજ રાધાકૃષ્ણ મંદિર સ્થિત વડસાવિત્રીના વ્રતનું પૂજન-અર્ચન વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરાવાયુ હતું.જેમાં વહેલી સવારથી જ સૌભાગ્યવતી સ્ત્રીઓનો ધસારો જોવા મળ્યો હતો.આમ છતાંય પૂજન-અર્ચન કરવા આવેલ તમામ સૌભાગ્યવતી સ્ત્રીઓ એ સ્વંયભુ સરકાર ની કોવિડ એસઓપી નું ચુસ્ત પાલન કરી વિધિવિધાન સાથે પૂજા કરી હતી.બાવાજીની વાડીમાં પૂજા કર્મ કરાવતા બ્રાહ્મણ જ્ઞાતિ ગોર મહારાજ શુક્લાજીનાં જણાવ્યા મુજબ આજ રોજ બાવાજીની વાડીમાં મોટી સંખ્યામાં સૌભાગ્ય વતી મહિલાઓને દસ જેટલા નાત ગોર શાસ્ત્રી બ્રહ્મમહારાજની ઉપસ્થિતિ માં શાસ્ત્રોગત વિધીવિધાન સાથે વૈદિક મંત્રોચ્ચાર થકી પૂજાઅર્ચના સંપન્ન કરાઈ હતી.બાવાજીની વાડીમાં આવેલ નિજ વડ અતિ પ્રાચીન સમયનો હોવાનું માનવામાં આવે છે.આ પૂજાસ્થળ અતિ પ્રાચિન શ્રી સિદ્વનાથ મહાદેવ પરિસરનાં સાનિધ્યમાં અાવેલું છે તેમજ પવિત્ર સરસ્વતી નદીને કિનારે આવેલુ છે.નદીનાં સામે તટે આનર્તનાં અવધૂત સમા શ્રી દેવશંકર બાપા (ગુરુ મહારાજ) નો આશ્રમ સહિત અનેક પ્રાચિન દેવસ્થાનો પણ આવેલા છે. આથી દર વર્ષે આ સ્થળે વટસાવિત્રી ની ધાર્મિક પૂજાવિધિ અહી સંપન્ન કરવામા આવતી હોવાનુ તેમણે જણાવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here