નર્મદા જિલ્લા પોલીસ વડાએ આંતરિક બદલીઓનો ગંજીફો ચીપિયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ તરીકે રાજપીપળા ટાઉન પી.આઇ. આર જી ચૌધરી ની નિયુક્તિ

રાજપીપળા ટાઉન પીઆઇ તરીકે કેવડિયા ના સી પી આઇ આર એસ ડોડીયા ની નિમણૂક

રાજપીપળા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પ્રશંસનીય કામગીરી કરનાર આર જી ચૌધરી નો વિદાય સમારંભ યોજાયો

નર્મદા જિલ્લા પોલીસવાડા એ નર્મદા જિલ્લા મા પોલીસ વિભાગ માં ફરજ બજાવતા વિવિધ અધિકારીઓની આંતરિક બંધલીઓનો ગંજીફો ચીપિયો છે જેમાં નર્મદા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર, રાજપીપળા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર અને મહિલા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ના પોલીસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજપીપળા ટાઉન પી.આઈ આર જી ચૌધરી ની રાજપીપળા પોલીસ મથક માથી લાંબા સમયથી ખાલી પડેલ નર્મદા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી આઇ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે તેઓની ખાલી પડેલી રાજપીપળા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર ની જગ્યા ઉપર રાજપીપળા ટાઉન પી આઇ તરીકે કેવડિયા ડિવિઝનમાં સી પી આઇ તરીકે ફરજ બજાવતા આર એસ ડોડીયા ની રાજપીપળા ટાઉન પીઆઇ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

રાજપીપળા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે લગભગ છેલ્લા દોઢ વર્ષની પ્રશંશનીય કામગીરી કરનાર આર જી ચૌધરી ની નર્મદા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં આંતરિક બદલી થતાં રાજપીપળા પોલીસ મથક ના સ્ટાફ સહિત રાજપીપલા ના વેપારીઓ આગેવાનોએ તેઓને પુષ્પગુચ્છ અર્પણ કરી તેઓનો વિદાય સમારંભ યોજ્યો હતો અને તેઓને શુભેચ્છા પાઠવી હતી.

રાજપીપળા ખાતે કાર્યરત નર્મદા જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ તરીકે લીવ રિઝર્વ માંથી પોલીસ ઇન્સ્પેક્ટર વાય એ સિરસાડ ની નર્મદા જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનના પી.આઇ તરીકે નિયુક્તિ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, આ સાથે એસ ઓ જી નો વધારાનો ચાર્જ પણ વાય એ સીરસાડ ને સોંપવામાં આવ્યો છે. જ્યારે નર્મદા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ નો ચાર્જ સંભાળતા પીઆઇ રાજેન્દ્રસિંહ ગોહિલ ને નર્મદા ડેમ સુરક્ષા ખાતે તેઓની મૂળ જગ્યાએ પરત કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here