છોટાઉદેપુરની દ્વારકાદીશ સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીય યુવાન કિંજલભાઈ પટેલ ગુમ થયેલ છે

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુરની દ્વારકાદીશ સોસાયટીમાં રહેતા કિંજલભાઈ રમેશભાઈ પટેલ ઉ.વ.૩૫ તા.૨૭ ફેબ્રુઆરીના રોજ પોતાની ટુ વ્હીલર રજી. નંબર GJ11AN0424 લઈને ઘરેથી ક્યાંક જવાનું કહીને જતા રહેલ છે જેઓ આજદિન સુધી ઘરે પરત ન આવતા તેમના પત્ની રેણુકાબહેન કિંજલભાઈ પટેલે છોટાઉદેપુર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે. ગુમ થનારે અરધી બાયનું ટી-શર્ટ પહેરેલ છે તેમજ કમરના ભાગે કાળા કલરનો સાદો પેન્ટ પહેરેલ છે. માથાના આગળના ભાગે ઓછા વાળ છે. ફ્રેમ વગરના ચશ્મા પહેરે છે, રંગે ઘઉં વર્ણના છે અને ઊંચાઈ ૫ ફૂટ જેટલી છે. તેમના અંગે કોઈને જાણ થાય તો છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કનુભાઈ તેરીયાભાઈ રાઠવાનો મો.નંબર. ૭૪૩૩૯૭૫૯૩૫ પર સંપર્ક કરવા વિનંતી છે. છોટાઉદેપુર પોલીસ ઇન્સ્પેકટરની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here