બોડેલી તાલુકાના ચલામલી ગામે જી.એસ.એફ.સી કંપની સાથે લાખોની છેતરપિંડી કરનાર મેનેજરની જિલ્લા એસઓજી પોલીસે કલેડીયા ગામેથી ધરપકડ કરી

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

મળતી માહિતી મુજબ બોડેલી તાલુકાના ચલામલી ખાતે સરકાર માન્ય જી.એસ.એફ.સી એગ્રોટેક લિમિટેડ દ્વારા ડેપોમાં ઇ.મેનેજર તરીકે શૈલેષભાઈ નટવરભાઈ વસાવા (રહે. કલેડીયા, તા. સંખેડા જી. છોટાઉદેપુર) ની નિમણુંક કરી હતી ત્યારે ગત તા.14 માર્ચ ના રોજ કંપની હેડ ઓફિસના અધિકારી પૂનમ ભાઈ બોરાના અને વિપુલ પટેલ દ્વારા ચલામલી ડેપો ની સર પ્રાઇઝ વિઝિટ કરતા  બલ્ક અને નોન બલ્ક ફર્ટિલાઈઝર ના હાજર જથ્થામાં ઘણો ફેરફાર જોવા મળી હતી આ અંગે ઇન્ચાર્જ મેનેજર શૈલેષ વસાવાની અધિકારીઓ પૂછપરછ કરતા સંતોષ જનક જવાબ આપ્યો ન હતો જ્યારે તપાસ દરમ્યાન કંપની દ્વારા મોકલેલા સ્ટોક અને હાજર સ્ટોક વચ્ચે 44.25લાખ રૂપિયા ની ઘટ જોવા મળી હતી. આ અંગે કંપની દ્વારા વારંવાર નોટિસ અને ખુલાસો માંગ્યો હતો પણ કોઈ જ ખુલાસો કે જવાબ આપ્યો ન હતો  જેથી મેનેજરે કંપની સાથે સાથે ઠગાઈ કર્યો અંગે ની કંપનીના અધિકારીઓ એ બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો જ્યારે  છોટાઉદેપુર જીલ્લા એસઓજી પોલીસે ગત ૧૯-૫-૨૨ના રોજ રાત્રીના સમયે કલેડીયા ગામે શૈલેષના ઘરેથી તેની ધરપકડ કરી હતી જ્યારે જિલ્લા એસઓજી પોલીસે ચાંપતી તપાસ હાથ ધરીને શૈલેષને કોર્ટમાં રજૂ કરતા સોમવાર સુધીના રીમાન્ડ કોર્ટે મંજુર કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here