નર્મદા જિલ્લામા થતી છાસવારે ચોરીઓ પોલીસ તંત્ર માટે પડકાર…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળા સહિત તિલકવાડા પોલીસ મથકમાં એક જ દિવસે બબ્બે મોટરસાઈકલો ચોરાયાની ફરિયાદો નોંધાવાઇ

સુધરવા ગામે 14 ઓક્ટોબરે થયેલ મોટરસાઈકલ ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે 6 ઠ્ઠી સપ્ટેમ્બરે નોંધાઇ !

નર્મદા જિલ્લામા ચોરટાઓએ પોલીસના નાકે દમ લાવ્યો છે. રાજપીપળા નગર સહિત આસપાસના વિસ્તારમાં છાસવારે ચોરીની ઘટનાઓ બની રહી છે, ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને નિષ્ફળતા મળતા કા તો વિલંબ થતાં ચોરોને મોકળુ મેદાન મળતુ હોય છે. ઘરફોડ ચોરીઓ અને મોટર સાઈકલોની ચોરીઓનો પ્રમાણ વધ્યુ છે. હાલમાં જ થોડા દિવસ પહેલા જ દિવસ દરમ્યાન સતત ધમધમતાં સ્ટેશન રોડ શાક માર્કેટમાં એક વિધવા મહિલાના રુપિયા ચોરાયાની ફરિયાદ પોલીસ દફતરે નોધાઇ છે ત્યા ફરી પાછા રાજપીપળા સહિત તિલકવાડા પોલીસ મથકમાં બબ્બે મોટરસાઈકલો ચોરાયાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાતા પોલીસ માટે ચોરટાઓ પડકારરુપ બન્યા છે.

રાજપીપળા પોલીસ મથકમાં હારદિક નગીનભાઈ વસાવા નામનાં યુવાને પોતાના ઘર સામે પાર્ક કરેલી હીરોહોન્ડા મોટર સાઈકલ નંબર GJ 22 L 6886 ગોલ્ડન કલરની મોડેલ 2018 કિંમત રુપિયા 50000 ની ચોરી થયાંની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જયારે તિલકવાડા તાલુકાના સુરવા ગામ ખાતે રહેતા કિરણ મણીલાલ બારીયાની હોન્ડા સાઇન મોટરસાઈકલ નંબર GJ 22 F 8298 કિંમત રુપિયા 25000 ઓગષ્ટ મહિનાની 14 મી તારીખે ચોરી થઇ હતી જેની જાણ વાહન માલિક દ્વારા પોલીસ મથકમાં કરવામાં આવી હતી પરંતુ તેની ફરિયાદ તા 6ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ નર્મદા પોલીસે નોધી છે.
આમ જીલ્લામા ચોરીઓનો સીલસીલો બેરોકટોક પણે ચાલુ હોય ને લોકો અસુરક્ષા અનુભવી રહયા છે. પોલીસે આ દિશામા યોગ્ય પગલાં ભરવાની તાંતી જરુરીયાત છે, ચોરીઓને અંકુશમાં લાવી પ્રજાનો વિશ્રવાસ જીતવાની દિશામાં જરુરી કાર્યવાહી કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here