નલિયા ગામ નજીક રેલવેના ચાલી રહેલા કામમાં વર્ષો જૂનો રસ્તો તોડી નાખતા ગામ લોકોનો ઉગ્ર વિરોધ

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના નલિયા ગામ નજીક રેલવેનું કામ પુર જોશમાં ચાલી રહ્યું છે પરંતુ આ કામ દરમિયાન નલિયા ગામમાં જવાનો જૂનો રસ્તો રેલવે દ્વારા તોડી ને બીજી તરફ રસ્તો આપતા ગામ લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો નલિયા ગામમાં ગ્રામ લોકો દ્વારા ઉગ્ર વિરોધ થતા તિલકવાડાં તાલુકા સર્કલ ઓફીસર તાતકાલિક સ્થળ પર પહોંચીને સમગ્ર મામલા ની ગંભીરતા સાંભરતા ગામ લોકોની વાત સાંભળી હતી અને ગામ લોકોને આશ્વાસન આપ્યું હતું.

ગામલોકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે નલિયા ગામે છેલ્લા 50 વર્ષથી રસ્તો આવેલો છે આ રસ્તો છેલ્લા કેટલાક વર્ષો થી આર.સી.સી બનાવવામાં આવ્યો હતો પણ હાલ રેલવે દ્વારા ચાલી રહેલા કામ દરમિયાન આ રસ્તો તોડી નાખવામાં આવ્યો છે અને બીજી બાજુ રસ્તો આપવામાં આવ્યો છે જે રોંગ સાઈડ હોવાથી ગામના લોકોને ગામમાં આવવા જવા માટે રોંગ સાઇડ પર જવું પડશે જેનાથી ભવિષ્યમાં કોઈ અકસ્માત થાઇ તેવી સંભાવના છે જેથી ગામ લોકો ને જૂનો રસ્તો જ્યાં હતો તેજ રસ્તો બનાવી આપવામાં આવે જો આ જૂનો રસ્તો અમને બનાવી આપવામાં નહિ આવે તો અમે ગામ લોકો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું જેથી ગામ લોકોને વહેલી તકે જુનો રસ્તો નવેસરથી બનાવી આપવામાં આવે તેવી ગામ લોકો નો માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here