નર્મદા જીલ્લાના આદિવાસી વિસ્તારોમાં ઝોલાછાપ ડોકટરોનો રાફડો

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ડેડીયાપાડા પોલીસે બે બોગસ તબીબોને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરતા ઝોલાછાપ પ્રેક્ટીસ કરતા તબીબોમા ફફડાટ

દેડીયાપાડા વિસ્તારમા ધમધમતી બોગસ તબીબોની હાટડીઓ દ્વારા આદિવાસીઓના સ્વાસ્થય સાથે થતાં ચેડા

નર્મદા જીલ્લાના આદિવાસી વિસ્તારોમાં બોગસ ઝોલાછાપ ડોકટર પ્રેક્ટીસ કરતાં હોવાનું અવારનવાર પ્રકાશમા આવતું હોય છે તેમ છતાં પણ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે તપાસ હાથ ન ધરાતાં આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓના સ્વાસ્થય સાથે ચેડાં થઇ રહયા છે. જીલ્લા આરોગ્ય વિભાગ તો કુંભકર્ણની નિદ્રામા પોઢયુ છે પરંતુ નર્મદા પોલીસે બોગસ તબીબોને ગેરકાયદેસર પ્રેકટીસ કરતાં ઝડપી પાડયા હતા.

નર્મદાે જીલ્લાના દેડીયાપાડા ટાઉન માં કેટલાક તબીબો કોઇ પણ ડીગ્રી કે લાયકાત વગર ગેરકાયદેસર રીતે દવાખાના ખોલી દર્દીઓની સારવાર કરતા હોવાનું નર્મદા પોલીસ અધિક્ષક હિમકરસિહ નાઓને ધ્યાને આવતાં આવા બૌગસ તબીબો સામે કાયદેસરના પગલા ભરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે આધારે નાયબ પોલીસ અધીક્ષક રાજેશ પરમાર રાજપીપલા ડીવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ દેડીયાપાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એ.આર.ડામોર નાઓએ પોલીસ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી આવા બોગસ તબીબોની માહિતી મેળવી હતી.

પોલીસે દેડીયાપાડા ના આરોગ્ય ખાતાને પણ સાથે રાખી સંકલન મા રહી ડોકટરશ્રી જીનલકુમાર,એમ પટેલ તથા તેમની ટીમ સાથે સંયુક્ત રીતે ડેડીયાપાડા ટાઉન મા આવા બોગસ તબીબો ના ક્લીનીકો ઉપર રેડ કરી કોઇ પણ પ્રકારની લાયકાત કે ડીગ્રી વગર ગેર કાયદેસર રીતે દવાખાના ખોલી ગામડાઓના અભણ આદિવાસીઓ અને ગરીબ દર્દીઓના શરીર, સ્વાસ્થ સાથે ચેડા કરી પોતાના આર્થીક ફાયદા સારૂ લોકોની જીંદગી સાથે મોત ની ખેલવાડ કરતા બે તબીબો ને ઝડપી પાડયા હતા.

પોલીસે ઝડપેલા ઝોલાછાપ ડોકટરોમા મિલ્ટનભાઇ દયાલભાઇ ઠાકુર, રહે. દેડીયાપાડા, બસ ડેપો સામે, તા. દેડીયાપાડા, જી. નર્મદા, તથા નરોત્તમભાઇ અતુલભાઈ મંડલ રહે હાલ દેડીયાપાડા, દશામાતાના મંદિર પાસે, તા.દેડીયાપાડા, જી. નર્મદા મુળ રહે. ગાયત્રી નદીર રૌડ સીંગરૌલી તા. જી. સીંગરોલી (મધ્ય પ્રદેશ ) નાઓનો સમાવેશ થાય છે.

ઝડપાયેલા બોગસ તબીબો પાસેથી કૂલ કિમત રૂપીયા ૮૬૮૪૮- નો મેડીકલ સામગ્રીનો મુદામાલ કબજે કરી ઇ.પી.કો કલમ ૩૦૮ તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ નો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.જેમા આ તબીબો ડીગ્રી કયાં થી લાવ્યા , શૈક્ષણિક લાયકાત કેટલી છે જેવી અનેક બાબતો ની પોલીસે તપાસ હાથ ધરી હોય ને આદિવાસી વિસ્તારોમાં બોગસ ઝોલાછાપ ડોકટર મા ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here