નર્મદા જીલ્લામા રોજ બરોજ વધતા જતા કોરોના પોઝિટિવ દર્દીઓ આજે વધુ 49 પોઝિટિવ કેસો નોધાયા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ગામડાઓ મા કોરોના નો પગ પેસારો થતાં પરિસ્થિતિ ગંભીર કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા 3219 ઉપર પહોંચી

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૧ દરદીઓને આજે રજા અપાઇ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૪૬ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૮૨, હોમ આઇસોલેશનમા ૮૦ દરદીઓ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૫૬ દરદીઓ સહિત કુલ-૨૬૪ દરદીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૪૫,૮૭૩ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૧૧૧ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૧ લી મે, ૨૦૨૧ ના રોજ સાંજે ૬:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૩૭ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૨ સહિત કુલ-૪૯ પોઝિટિવ કેસ નોંધાયા છે.

દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ દર્દી ઓ ની સંખ્યા જીલ્લા મા વધી રહી છે , ખાસ કરીને હવે આદિવાસી વસ્તી ધરાવતા ગામડા કોરોના ની ઝપેટમાં આવી રહયા છે ત્યારે આદિવાસી ઓ મા બિમારી ઓ પરતયે ની અજ્ઞાનતા દેશી ઇલાજો તરફ તેમની વધુ પડતી રુચિ એ તંત્ર માટે ચિંતા નો વિષય બનેલ છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૧ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૮૦ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૪૬ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૮૨ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૫૬ દરદીઓ સહિત કુલ-૨૬૪ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૫૫૦ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૦૬ સહિત કુલ-૧૫૫૬ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૧ લી મે, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૫,૮૭૩ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના-૩૮ દરદીઓ, તાવના-૩૭ દરદીઓ, ઝાડાના ૩૬ દરદીઓ સહિત કુલ-૧૧૧ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૩૩૭૩ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૪૮૦૮૭ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here