ભરુચ જીલ્લામા ભુકંપના આંચકા આવતા નર્મદા નદીના પોઇચા પુલને નુકશાન

ભરૂચ,
આશિક પઠાણ (નર્મદા)

રાજપીપળાથી વડોદરા તરફ પોઇચા પુલ ઉપરથી પસાર થતા ભારે વાહનો માટે રસ્તો બંધ કરાયો

નર્મદા નદી ઉપરના પોઇચા પુલને ચાણોદ તરફના છેડે નુકશાન થતા પુલ ઉપરથી વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી

પુલની એક્ષટેનશન બેરીંગના જોઇન્ટ બેસી ગયા પોઇચા પુલ ને ભુકંપના આંચકાથી નુકશાન પહોંચ્યુ

રાજ્યના ભરુચ જીલ્લામા બપોરે ભુકંપના આંચકા અનુભવાતા નર્મદા અને વડોદરા જીલ્લાને જોડતા નર્મદા નદી ઉપર પોઇચા ખાતેના પુલને નુકશાન થયેલ હોવાનું નાયબ કાર્યપાલક ઈજનેર પાડવીએ જણાવ્યું હતું.

ભરૂચ જીલ્લામા ભુકંપના આંચકા આવતા તેની સીધી અસર નર્મદા નદી ઉપર પોઇચા અને ચાણોદ વચ્ચે નર્મદા નદી ઉપર બનાવેલ પુલ ઉપર થઇ હતી, પુલને ભારે નુકસાન પહોંચેલ હોવાનું જાણવા મળ્યું છે. પુલના એક્ષટેનશન બેરીંગના જોઇન્ટ ટુટી જતાં નર્મદા માર્ગ મકાન વિભાગ સહિત વડોદરા માર્ગ મકાન વિભાગ હરકતમા આવ્યુ હતુ અને પુલ ઉપરથી હાલ ભારે વાહનો માટે રસ્તો બંધ કરાયો છે.

નર્મદા નદી ઉપર બનાવેલ પોઇચા પુલના ચાણોદ તરફના છેડે નુકશાન થતા પુલ વડોદરાથી રાજપીપળા તરફ આવતા ડાબી બાજુએ બેસી ગયો હોવાનું રાજપીપળાના નાયબ કાર્યપાલક ઈજનેર પાડવીએ જણાવ્યું હતું.

હાલ રાજપીપળા તરફ થી પોઇચા પુલ ઉપરથી જતા ભારે વાહનો માટે રસ્તો બંધ કરાયો છે, રાજપીપળા ખાતે જ પોલીસ બંદોબસ્ત ગોઠવીને પોઇચા તરફ જતાં મોટા વાહનોને રોકવામાં આવી રહયા છે અને તેમને ડાયવર્ટ કરાઇ રહ્યા છે.
પોઇચા પુલને ભુકંપના આંચકાથી નુકશાન થતા પુલની નુકશાનીનો અંદાજ મેળવવા માટે ગાંધીનગરથી ડિઝાઇનર એન્જીનિયરો ચકાસણી કરવા માટે નીકળ્યા હોવાનું પણ જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here