નર્મદા જીલ્લામા મહારાષ્ટ્ર તરફથી ટ્રકમાં આવતો વિદેશી દારૂનો 23.26 લાખનો જથ્થો LCB પોલીસે ઝડપી પાડયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

વિદેશી દારૂ સહિત કુલ 33.44 લાખ નો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓને ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાઇ

વિદેશી દારૂનો જથ્થો ગુજરાત માં સપ્લાય કરનાર હરિયાણા નો બૂટલેગર જયેશ માલી વોન્ટેડ જાહેર કરાયો

ગુજરાત વિધાનસભા ની ચુંટણી ઓ ની જાહેરાતો બાદ ગુજરાત માં મતદારો ને લોભ પ્રલોભન આપવા માટે વિદેશી દારૂનો જથ્થો આંતર રાજ્ય બોર્દરો ક્રોસ કરીને ગુજરાત માં ઠલવાતો હોય છે ત્યારે હાલ ગુજરાત માં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવા બૂટલેગરો સક્રિય બન્યા હોવાની પોલીસ તંત્ર પાસે માહિતી હોય ને પોલીસ વિભાગ સતર્ક બન્યું છે, વડોદરા રેન્જ આઇજી સંદીપસિંહ સહિત નર્મદા જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ની સુચના અને માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લા LCB પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી . ખાંભલા નાઓ ને મળેલ બાતમીના આધારે નર્મદા જીલ્લા ના માચ પાટિયા પાસે થી એક ટ્રક ને ઝડપી પોલીસે રૂપિયા 23.26 લાખ નો વિદેશી દારૂ સહિત ટ્રક મળી કુલ રૂપિયા 3344650 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, અને બે આરોપીઓને ઝડપી પાડયા હતાં.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નર્મદા જીલ્લા ને અડી ને આવેલ મહારાષ્ટ્ર ની બોર્ડર તરફથી ગુજરાત માં વિદેશી દારૂનો જથ્થો ઍક ટ્રક મારફતે ઘુસાડવામાં આવતો હોવાની બાતમી નર્મદા જીલ્લા LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી. ખાંભલા ને મળી હતી જેથી તેઓ એ તેમના સ્ટાફ સાથે વોચ ગોઠવી હતી, અને માંચ પાટિયા પાસે નાકાબંધી કરી હતી બાતમી અનુસાર ની ટ્રક નંબર RJ 14 GB 7536 ni આવતાં પોલીસે તેને રોકી તેની તલાશી લેતા તેમાંથી ઘેંટા બકરા ના ઉન ના કંતાન ની આડ મા સંતાડેલ વિદેશી દારૂ ની પેટીઓ મળી આવી હતી. જેમાં વિદેશી દારૂની 443 પેટીઓ વિવિઘ બ્રાન્ડ ની જેમાં 6508 નંગ બોટલો કિંમત રૂ. 2326000 નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, આ સાથે ઓકીસ રૂ 10 લાખ ની કિંમત ની ટ્રક સહિત મોબાઈલ મળી કુલ રૂ. 3344650 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ટ્રક ચલાવતા ટ્રક ચાલક સંપટલાલ ભન્વરલાલ કલાલા રેહે. રાજસ્થાન તેમજ ક્લીનર નંદકિશોર મોહનલાલ પ્રજાપતિ ને ઝડપી પાડયા હતા,અને તેઓની પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો હરિયાણા ના બૂટલેગર જયેશ માલી રહે. રેવાડી હરિયાણા નો હોવાની કબુલાત કરી હતી જેથી જયેશ માલી ને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here