નર્મદા જીલ્લાના કોલીવાડા સાકવા ગામે જંગલ કમ્પાર્ટમેન્ટમાં ખેતી કામ કરવા ગયેલ મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

મહિલાએ સરપંચના પતિદેવ સહિત 47 ઇસમો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

આરોપીઓએ મહિલાના ખેતરમા વાવેલા કપાસ સહિત તુવેરના છોડવા ઉગાડયા નો ફરિયાદમા આરોપ

નર્મદા જીલ્લાના દેડિયાપાડા તાલુકાના કોલીવાડા સાકવા ગામ ખાતેના જંગલ વિસ્તારમાં આવેલી જમીનમા ખેતી કામ માટે ગયેલી મહિલાને માર મારી તેને નગ્ન કરવાની ધમકી સહિત જાનથીમારી નાખવાની ધમકી આપનાર ગામની મહિલા સરપંચ રેવાબેન વસાવાના પતિ મુળજીભાઇ કાન્તિભાઇ વસાવા સહિત ગામના 47 ઇસમો સામે પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની વિગત અનુસાર દેડિયાપાડા તાલુકાના કોલીવાડા સાકવા ગામ ખાતે રહેતી ફરિયાદી ઉર્મિલાબેન નવલસિંહ વસાવા નામની મહિલા કોલીવાડા ગામના જંગલના કમપાર્ટમેંટ નંબર 344 વાળી જમીનમા કપાસઅને તુવેરનુ વાવેતર કરેલ હોય મહિલા ખેતરમાં દાસ કચરો સાફ કરવા ગયેલ ત્યારે આરોપી ગ્રામ પંચાયતના મહિલા સરપંચનો પતિ મુળજીભાઇ કાન્તિભાઇ વસાવાએ મહિલાને બિભત્સ ગાળો આપી આ જમીન મા ખેડાણ નહી કરવાનુ હુ ગામનો રાજા છુ સહિત નુ જણાવી તેણીને ગાલ ઉપર તમાચો મારી જાનથી મારી નાખવાની ધમકી આપીને ખેતરમાં વાવેલા કપાસ તુવેરના છોડવા ઉખાડી નાખતા તેમજ તેના સાથેના ઇસમોએ પણ ધાક ધમકી આપતા મહિલાએ દેડિયાપાડા પોલીસ મથકમાં 47 જેટલા ઇસમો સામે પોતાની ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.

પોતાની ફરિયાદમા મહિલાએ તેના મદદે આવેલ અન્ય પરિવારજનોને પણ માર માર્યાની ફરિયાદમા કેફિયત દર્શાવી છે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર બનાવની તપાસ પી.એસ. આઇ. એ .ડી. ડામોર ચલાવી રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here