આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ડભોઇના મોસમપુરા ગામના તળાવને ઉંડુ કરવાના કામનું ખાત મુહર્ત કરાયું

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

આજ રોજ ડભોઈ વિધાનસભા મતવિસ્તારના મોસમપુરા ગામે આઝાદીના ૭૫માવર્ષે ‘ આઝાદિ કા અમૃત મહોત્સવ ‘ અંતર્ગત આપણા દેશનાં વડાપ્રધાન નરેન્દ્રમોદી સાહેબના દીર્ઘ સ્વપ્નને સાકાર કરવા દરેક જિલ્લામાં ૭૫ તળાવ બનાવીને વરસાદી પાણીનો વધુ ને વધુ સંગ્રહ થાય એ માટે દર્ભાવતિ – ડભોઇ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) ની વિશેષ ઉપસ્થિતિમાં મોસમપુરા ગામના તળાવને વધુ ઉંડુ બનાવવાનાં કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. તળાવના વધારે ઊંડાણથી વધુમાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય તે હેતુથી આ કામનું ખાતમુહર્ત કરવામા આવ્યું હતું.
ડભોઇ તાલુકામાં જળ અને જળસંગ્રહના કામોને ઉત્તેજન આપવા માટે સરકાર દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં તળાવો ઉંડા કરવા, જળસંચયના પ્રોજેક્ટો અમલમાં મૂકવા, ખેત તલાવડીઓ ફરતે આડબંધ બનાવવા, આ બધી કામગીરીના કારણે ભવિષ્યમાં પાણીની તંગી અને મુશ્કેલીઓ ઉભી થાય નહિ અને પીવાનું અને ખેતી માટે સિંચાઈનું પાણી સરળતાથી ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો સરકાર દ્વારા હાલમાં હાથ ધરવામાં આવ્યા છે જે અંતર્ગત ડભોઇ તાલુકાના મોસમપુરા ગામે તળાવને ઉંડુ કરી વધુ પ્રમાણમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટેના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
આં પ્રસંગે ડભોઇ તાલુકાવિકાસ અધિકારીશ્રી, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ(વકીલ), ડભોઇ તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયત પ્રમુખ લોપાબેન પટેલ ,ભા.જ.પા. સંગઠનનાં વિવિધ હોદેદારો, સરપંચ, ડે. સરપંચ, સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here