નર્મદા જિલ્લામા આદિવાસી વિસ્તારોમાં ગ્રુપ ગ્રામ પંચાયતો દુર કરી સ્વતંત્ર ગ્રામ પંચાયતની આમુ સંગઠનની માંગણી ઠુકરાવાઇ…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

આગામી દિવસોમાં પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની હોય 2011 ની વસ્ત ગણતરી ને ધ્યાને લેતાં સરકારનો નનૈયો !!

આમુ સંગઠનનો સરકાર આદિવાસીઓ સાથે છેતરપીંડી કરતી હોવાનો આરોપ

નર્મદા જિલ્લાના આદિવાસી વસ્તી ધરાવતા અનેક ગામડાઓનો ગ્રુપ ગ્રામ પંચાયતમા સમાવેશ કરી દરેક ગામને સવતંત્ર ગ્રામ પંચાયત ન આપતા તે ગામોનો વિકાસ રુંધાતાં આદિવાસી સમાજ સાથે દાયકાઓથી અન્યાય થતાં આદિવાસી મુળ નિવાસી સંગઠનના પ્રમુખ અને રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશ વસાવા દ્વારા દરેક ગામને પોતાની સવતંત્ર ગ્રામ પંચાયતની ચળવળ અને માગણી સરકાર પાસે છેલ્લા બે વર્ષથી કરવામાં આવેલ છતાં સરકારે ચૂંટણીઓનો મુદદો આગળ ધરી વિભાજન કરવા નનૈયો ભર્યો હોવાનું જાણવા મળ્યું છે .
નર્મદા જિલ્લાના આમુ સંગઠન દ્વારા દરેક ગામને સવતંત્રગ્રામ પંચાયતની માંગ કરવામાં આવેલ છે આ માગણી છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે ત્યારે સરકારે દરેક ગામનો એક સમાન વિકાસ થાય એ માટે સવતંત્ર ગ્રામ પંચાયત દરેક ગામને આપવી જોઈએ અને ગુજરાત પંચાયત ધારો 1993 મા જોગવાઇ પણ હોય તેમ છતાં માગણી અસ્વિકાર કરવામાં આવેલ છે.

સરકાર દ્વારા આગામી મહિનાઓમાં યોજાનાર પંચાયતની ચૂંટણીઓ સહિત વર્ષ 2011 ની વસ્તી ગણતરીને ધ્યાને લઇને ચૂંટણીઓની કાર્યવાહી કરેલ હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવેલ છે તો લગભગ છેલ્લા બે વર્ષ જેટલો સમય થયો આ માગણી કરવામાં આવી છે તો જે તે સમયે જ માગણીનો સ્વિકાર કેમ ન કરાયો ?? કોના આદેશની રાહ જોવાઇ એ પશ્રો સમગ્ર આદિવાસી વિસ્તારોમાં ભારે ચર્ચાસ્પદ બન્યા છે.
આ મામલે નર્મદા જિલ્લા પંચાયતને વિ. ક. ગાંધીનગર દ્વારા જાણ કરવામાં આવી છે કે ચૂંટણીની પ્રક્રિયા 2011 વસ્તી ગણતરીને ધ્યાને લઇને કરવામાં આવી છે જેથી વિભાજન કરી જ ન શકાય. જેની જાણ આમુ સંગઠનના પ્રમુખ મહેશ વસાવાને પણ નર્મદા જિલ્લા પંચાયતે પત્ર લખી કરી છે.

આમુ સંગઠન ના પ્રમુખ મહેશ વસાવાએ સરકાર દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયતો માટે ચૂંટણી ની આડ મા જે નિર્ણય લેવાયો તેને સખ્ત શબ્દો મા વખોડી હતી અને જણાવ્યું હતું કે જો હાલમાં જ વડોદરા કોર્પોરેશન ની હદ મા ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો તો અમારી માગણી તો લગભગ છેલ્લા બે વર્ષ થી છે , સરકાર આદિવાસીઓ સાથે છેતરપીંડી કેમ કરે છે ?? તેમના વિકાસ માટે આડે કેમ આવે છે ?? શુ સરકાર આદિવાસીઓનો વિકાસ ઇચ્છતી નથી ? આવા વેધક પશ્રો ઉઠાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here