ડેરોલ સ્ટેશનના રેલવે કર્મચારીના ક્વાર્ટસમાં પાંચ લૂંટારૂઓ ત્રાટક્યા, રોકડ સહિત ત્રણ લાખની લૂંટ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે આવેલા સ્ટાફ ક્વાર્ટસમાં રહેતા હોય ખરસાલીયા ડેરોલ બાકરોલ માં ટ્રેક મેન્ટેનન્સ નું કામ કરતા રેલવે કર્મચારી સેકસન એન્જિનિયર ધીરજ સિંહ ચૌહાણ ના ક્વાટરર્માં શનિવારની રાત્રી એ તેઓ પોતાના પરિવાર સાથે પોતાની પત્ની તથા બે બાળકો સાથે મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે રવિવારની વહેલી સવારે તેમના ઘરનો મુખ્ય બારણાનો સાકળ નકુચો તોડી ત્રણ લૂંટારૂઓ ઘરમાં ઘૂસી આવ્યા હતા અવાજ આવવાથી ધીરજ સિંહ જાગી ગયા હતા તેઓએ જોયું તો ત્રણ લૂંટારૂઓ હથિયાર સહિત ઘરમાં ઘૂસી આવ્યા હતા અને તિજોરીની ચાવી ની માંગણી કરતા હતા અને વધુ કંઈ કરશો તો મર્ડર કરી નાખીશું તેવી ધમકી આપતા હતા ધીરજ ચાવી આપવા માટે બીજા રૂમમાં જવાનું કહેતા તેઓએ જવા દીધા નહીં અને પોતાની સાથે લાવેલ હથિયારોથી તિજોરી તોડી નાખી હતી તિજોરીમાં મૂકેલા રોકડા 50000 તથા સોનાના દાગીના 250000મળી કુલ ત્રણ લાખ રૂપિયાની મતાની લૂંટ કરી ગયા હતા ની અંદર ત્રણ લુટારુ હતા તથા બહાર બે લૂંટારા હોવાનું જાણવા મળ્યું છે.અત્યાર બંધુઓ ને જોઈને આ પરિવાર ગભરાઈ ગયો હતો વહેલી સવારે થયેલ લૂંટ બાબતે સૌપ્રથમ કાલોલ પોલીસ નો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ રેલવે પ્રીમાઈસીસ માં બનાવ બનેલો હોય રેલવે પોલીસને જાણ કરતાં ગોધરા રેલવે પોલીસ તપાસમાં આવી હતી. લૂંટનો ભોગ બનેલ એન્જિનિયર નો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે રેલવે પોલીસ દ્વારા લૂંટ ની રકમ ઓછી બતાવવામાં આવી છે. સોનાના દાગીનાના બિલો માંગવામાં આવ્યા છે પરંતુ દસ વર્ષ અગાઉ તેઓ ના લગ્ન આ પ્રસંગે દાગીના ભેટમાં મળ્યા હોય તેના બિલો લાવવા શક્ય નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here