નર્મદા : સાંસદ મનસુખ વસાવાએ ખાણ ખનીજ રોયલ્ટીની ચોરી સહિત નર્મદાના વિકાસ મુદ્દે નર્મદા કલેકટરને લખ્યો પત્ર…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જીલ્લામા મંજુર થયેલી એન્જીનીયરીંગ કોલેજ ભરૂચમાં ચાલે છે, સિવિલ હોસ્પિટલનું બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું હોય આયુર્વેદિક હોસ્પિટલમાં ખસેડવાની સાંસદની રજુઆત

વારંવારની સરકારમા પણ રજુઆતો છતાં નર્મદા જિલ્લાના પશ્રોનુ નિરાકરણ કેમ નહી ???

નર્મદા-ભરૂચ જીલ્લાના સાંસદ મનસુખ ભાઈ વસાવા ફરી એકવાર પ્રજાના પ્રશ્નોને લઈ મેદાનમાં આવ્યા છે જેમાં વારંવાર રજુઆત કરવા છતાં ઘણા પ્રશ્નોનો યોગ્ય ઉકેલ ન આવતા આખરે સાંસદે નર્મદા કલેકટરને પત્ર આપી રજુઆત કરી છે.

સાંસદ મનસુખભાઈ વસાવા જિલ્લાના વિકાસને લગતા ઘણા પ્રશ્નો બાબતે સરકારને વારંવાર રજુઆત કરી ચુક્યા છે પરંતુ આ રજુઆતનું નિરાકરણ ન આવતા આજે તેમણે નર્મદા કલેકટરને પત્ર લખી રજુઆત કરી છે જેમાં અગાઉ રજુઆત કરેલ એ મુજબ ખાણ ખનીજ રોયલ્ટીની મોટાપાયે ચોરી થાય છે તેની તપાસ થવી જોઈએ,રાજપીપળા ખાતે મંજુર થયેલ એન્જીનીયરીંગ કોલેજ ભચરવાડા વિસ્તારમાં બીજી કોઈ સરકારી જગ્યા ફાળવી વહેલી તકે બાંધકામ શરુ થાય, વારંવાર વિવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલને વહેલી તકે આયુર્વેદીક હોસ્પિટલમાં ખસેડવામાં આવે રાજપીપળામાં ઘણા લોકોની પડતર માંગણીઓની રજુઆતને ધ્યાનમાં લેવામાં આવે તેવી માંગ સાથે મનસુખભાઈ વસાવાએ નર્મદા કલેકટરને આજે પત્ર લખી રજુઆત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર પ્રજાના પ્રશ્નોને નર્મદા જિલ્લાના પત્રકારો ઉજાગર કરતા હોય છે, જીલ્લાના વિકાસ બાબતે નર્મદા જિલ્લા કલેક્ટરને પ્રેસ કલબ નર્મદા રાજપીપળાના પ્રતિનિધિ મંડળ સહિત જીલ્લાના પત્રકારોએ છ માસ પહેલા શુભેચ્છા મુલાકાત લીધી હતી તે સમયે નર્મદા જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યા એ પશ્રો જેવાકે રાજપીપળામા એન્જીનીયરીંગ કોલેજ, દવાખાનાની સમસ્યાઓ સહિત દેડિયાપાડા ખાતે S T ડેપોનુ નિર્માણ, રાજપીપળા ખાતે ટ્રાફિકની સમસ્યા, રોડ પહોળા કરવાની જરૂરીયાત,રાજપીપળાથી દેડિયાપાડાના માર્ગ સહિત આદિવાસી વિસ્તારોમાં નેટવર્કની સમસ્યા જેવા અનેક પશ્રોની રજુઆત પ્રેસ કલબ નર્મદા રાજપીપળા ના સેક્રેટરી આશિક પઠાણે કરી હતી. પશ્રો હજીપણ વણઉકલ્યા જ પડયા છે અને જસ ના તસ જ છે !!!

રાજપીપળા નગર સહિત જીલ્લાની સમસ્યાઓ માટે જાગૃત નાગરિકો અને સાંસદ તેમજ ધારાસભ્યો પણ રજૂઆત કરતા આવ્યા છે છતાં સરકાર આ માટે કોઈજ ધ્યાન આપતી નથી !!! જે સાંસદ મનસુખભાઈ વસાવાએ લખેલ તેમના જ પત્રથી ફળીભૂત થાય છે. હવે આ પ્રશ્નોને લઈ સાંસદે હાલ નર્મદા કલેક્ટરને પત્રરૂપી રજુઆત કરી છે ત્યારે શું સાંસદની પ્રજા માટેની આ માંનો કોઈ યોગ્ય ઉકેલ આવશે કે કેમ એતો આવનારો સમય જ બતાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here