નર્મદા જિલ્લામાં કોરોનાવાયરસ સંદર્ભે કુલ 444 કેસ કરાયા

રાજપીપળા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

928 ઈસમો વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી

કુલ 658 વાહનો ડીટેઈન કરી કુલ રૂ. 1,96,100/- નો દંડ વસુલ કરવામાં આવ્યો

નર્મદા જિલ્લામાં હાલમાં ચાલી રહેલા લોકડાઉનને કારણે જાહેર જનતાની સુરક્ષા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે. જે જાહેરનામા ભંગ નહીં કરવા તથા લોકોમાં જાગૃતતા લાવવા સારું જાહેર જનતા ઘરે રહી સુરક્ષિત રહે તે સારું જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા અપીલ કરવામાં આવેલ. છતાં ઘણા ખરા કિસ્સામાં પોતાની મનમાની કરતા હોય છે. તેમજ સરકાર દ્વારા આપવામાં આવતા લોકોની અવગણના કરતા હોવાથી આવા ઈસમો સામે જાહેરનામા ભંગ બદલનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં નર્મદા પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ જગ્યાએ, ડ્રોન તેમજ સીસીટીવી તેમજ અન્ય રીતે ચાંપતી નજર રાખી તથા જાહેરનામાનો ભંગ કરનાર સામે તારીખ 25 /3 /20 થી આજદિન સુધી કુલ 444 કરવામાં આવે છે. જે પૈકી ડ્રોન દ્વારા કુલ 31 તથા સીસીટીવીના કુલ 18 કેશો સહિત કુલ 928 ઈસમોને અટક કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
તેમજ લોક ડાઉનની અવગણના કરી રોડ ઉપર વાહનો સાથે ફરતા તા 25/3 /20 થી આજદિન સુધી કુલ 685 વાહનો ડિટેઇન કરી કુલ 196100 /- નો દંડ વસુલ કરવામાં આવી હોવાનું સત્તાવાર રીતે નર્મદા પોલીસ દ્વારા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here