નર્મદા જિલ્લામાં માર્ગ મકાન વિભાગ દ્વારા માર્ગ મરામત અભિયાન હાથ ધરાયું

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

અભિયાનમા રસ્તાઓ ની મરમ્મત થાય અને માત્ર કાગળ ઉપર જ કામગીરી ન થાય એ જરુરી

રાજ્ય સરકાર દ્વારા તા.૧ લી થી તા.૧૦ મી ઓક્ટોબર,૨૦૨૧ સુધી માર્ગ મરામત અભિયાન થકી ચોમાસાના ભારે વરસાદને કારણે રસ્તાઓમાં ખાડા પડી ગયા હોય, એવા રસ્તાઓનું સુધારણાનું કામ જિલ્લા માર્ગ-મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

ત્યારે સરકાર દ્વારા આવી પ્રવૃત્તિ ઓ પાછળ કરોડો રુપિયા ખર્ચવાના હોય છે જેથી આવી સલામતી બક્ષતી પ્રવૃતિ ની કામગીરી ની સરકારી નિષ્ઠા ઉપર તો કોઈ સવાલ નથી પરંતુ જે અધિકારીઓ , જે એજન્સીઓ આ કામગીરી હાથ ધરે તે નિષ્ઠા થી કામગીરી કરે એ જરુરી છે.ખાસ તો રસ્તા ઓ ઠેરઠેર બિસ્માર હાલતમાં હોય વાહન ચાલકો ને ભારે હાલાકી ભોગવવા મજબૂર બનવુ પડે છે ત્યારે યોગ્ય રીતે રસ્તા નુ કામ થાય એ ખુબજ જરુરી છે.

માર્ગ-મકાન વિભાગના અધિક મદદનીશ ઇજનેરશ્રી વી.જે.રાઠવા તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ રાજ્યભરમાં ચાલી રહેલ માર્ગ મરામત મહાઅભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા ખાતે રાજપીપલા માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓ કે જે ચોમાસા દરમિયાન નુકશાન પામેલ છે. તેવા રસ્તાઓને તા.૧૦ મી ઓક્ટોબર,૨૦૨૧ સુધીમાં સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ઉક્ત કામગીરી પૈકી મોટા ભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. હવે ડામરના પેજ તથા પેવર પટ્ટા માટેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. નાંદોદ તાલુકાના ખામર-વિરપોરનો (સ્ટેટ હાઇવે) રસ્તા મરામતની કામગીરી સહિત જિલ્લા-તાલુકા-ગ્રામ્ય સ્તરે કામગીરી ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here