નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના સિંગલગભાણ ગામે વીજળી પડતા 17 પશુઓનું મોત

ડેડીયાપાડા,(નર્મદા) આશિક પઠાણ :-

7 પશુપાલકો ને રુપિયા 1.10 લાખ નુ નુકશાન થયાનુ ગ્રામ પંચાયત દ્વારા તારણ- મામલતદાર સહિત નાઓને જાણ કરાઇ

નર્મદા જીલ્લા મા છેલ્લા કેટલાક દિવસથી આકાશ મા ભારે ગાજવીજ સાથે વરસાદ પડતા સર્વત્ર જળબંબાકાર ના દ્ષયો સર્જાયા હતા નદી નાળાઓ મા પુરની પરિસ્થિતિ સર્જાય હતી તેવામાં ગતરોજ તારીખ 2 ઓક્ટોબર શનિવારના રોજ બપોરના 12 : 30 કલાકે દેડિયાપાડા તાલુકા ના સિંગલગભાણ ગામે ભારે ગાજ વીજ સાથે વરસાદ વરસતા એકા એક આકાશી વીજળી પડતા ગામમાં રહેતા કેટલાક ઇસમોના મૂંગા પશુઓ બળદ સહિત બકરીઓ ના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.

દેડિયાપાડા તાલુકા ના સિંગલગભાણ ગામે ગતરોજ બપોર ના સુમારે ગાજવીજ સાથે વરસાદ પડતા આકાશ માંથી વીજળી પડતા જંગલ ઝાડી વિસ્તારમાં ચરવા માટે ગયેલ એક બળદ સહિત 16 બકરીઓ મળી કુલ 17 પશુઓ મોત ને ભેટ્યા હતા. એક સાથે જ ગામ મા 17 પશુઓ મોતને ભેટતા લોકો ના ટોળા મૃત પશુઓ ને જોવા ઊમટી પડયા હતા.

જે પશુઓ ના મોત થયા તેમા ખુમાનસિંગ કાલસીયાભાઈ નું એક બળદ કિંમત રૂપિયા 30,000/- , મંગાભાઈ નકટિયાભાઈ ની ત્રણ બકરીઓ કિંમત રૂપિયા 15,000/ , રૂમાભાઈ નવાભાઈ ની ત્રણ બકરીઓ કિંમત રૂપિયા 15,000/- , ગીબિયા મારગિયા ની ત્રણ બકરીઓ 15,000/- , બાવા ઓલિયા ની એક બકરી કિંમત રૂપીયા 5,000/-, રાજીયા કાલસીયા ની પાંચ બકરીઓ કિંમત 25,000/- અને ખુમાનસિંગ નકટિયા ની એક બકરી કિંમત 5,000 /- નો સમાવેશ થાય છે. આમબકુલ રુપિયા 1,10,000/- ની કિંમત ના મૂંગા પશુઓ નું મોત થતા પશુપાલકો ને ભારે નુકશાન થયુ હતુ.

આ મામલે ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી સરપંચ અનિરુદ્ધભાઈ વસાવા દ્વારા સ્થળ ની મૂલાકાત લઈ મામલતદાર દેડિયાપાડા , પશુપાલન અધિકારી દેડિયાપાડા તેમજ પિપલોદ રેન્જ ના આર.એફ.ઓ. ને પત્ર પાઠવી તરતજ જાણ કરાઇ હતી. તેમજ મોટા પ્રમાણમાં ગ્રામજનોની નુકશાની બાબતે સરપંચે અને તલાટી એ સાંત્વના આપી હતી અને સરકાર આ મામલે યોગ્ય સહાય કરસે નુ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here