છોટાઉદેપુર જીલ્લાના બોડેલી પંથકમાં જૈન સમાજ દ્વારા પર્વાધીરાજ પર્યુષણ પર્વની ભક્તિસભર ભવ્ય ઉજવણી કરાઈ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :

લક્ષ્મીજીની બોલી તેમજ મહાવીર સ્વામીના પારણાનો લાભ જશવંતલાલ શાહ પરિવારે લીધો હતો . આઠ દિવસની ઉપવાસની તપસ્યા અભિષેક શાહ , ભવ્યતા શાહ , કુન્તાબેન બારીયા , કૃપાલુબેન બારીયા , ડો સુરેશભાઈ રાઠવા એ આઠ દિવસ ઉપવાસની તપસ્યા કરી હતી . મહાવીર સ્વામી ભગવાનની પ્રતિમાને અવનવી આંગી રચના કરાઈ હતી.પર્યુષણ પર્વની પુર્ણાહુતી પ્રસંગે બોડેલી જૈન મંદિરથી આજે તારીખ ૧/૯/૨૦૨૨ ના બપોરે ૨ ક્લાકે વરઘોડો નીકળીયો હતો જેમાં સોભાયાત્રા મા બોડેલીની આસપાસના ગામોના જૈન મંદિરએ થી મોટી સંખ્યામાં લોકો ભજન મંડળી સાથે વરઘોડામાં જોડાઈ પર્યુષણ પર્વ ની ઉજવણી કરી . બોડેલી નગરમાં મૂર્તિપૂજક જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની આઠ દિવસ સુધી જિનાલય ખાતે જૈન સમુદાયના શ્રાવકોએ ભગવાન મહાવીર સ્વામીની વિશેષ પૂજા અર્ચના અને આરતી કરી ભક્તિ સંભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી . બોડેલીના જૈન દેરાશરમાં આત્મ વલ્લભ સમુદ્ર દાન સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ નિત્યાનંદ સુરી મહારાજના અજ્ઞાનું વતી પન્યાસ ધર્મશીલ વિજય મહારાજ સા.તથા મુનિરાજ પદ્મશિલ વિજયજી મહારાજ સા . દ્વારા કલ્પસૂત્રનું વાંચન બારસા સૂત્રનું વાંચન , તેમજ કરવામાં આવ્યું હતું . કલ્પસૂત્ર પુસ્તકનો મહાવીર જન્મ વાંચન મહારાજ શ્રી દ્વારા લાભ વિનુભાઈ ધંધુકિયા એ લીધો હતા અને બોડેલી નગરમાં કોરોના કાળ ના લાબા સમય બાદ . આજે બોડેલી મા મોટી સખ્યા માં જૈન સમાજ ના લોકો ભવ્ય સોભાયાત્રા કાઢી હતી અને બોડેલી નગર માં ભાદરવી પાચંમ નો મેળો જોવા હજારો ની સખ્યા માં લોકોએ લાવો લીધો હતો અને જય જીનેન્દ્ર ના નારા થી બોડેલી નગર ગુઝી ઉઠીયુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here