નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 17 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સૌથી વધુ તિલકવાડા તાલુકામાં સાડા 5.5 ઇંચ નાદોદ અને ગડેશ્વર તાલુકામાં લગભગ ચાર ચાર ઇંચ વરસાદ વરસ્યો

ભૂલકાઓ એ વરસાદ નાં પાણી માં પલળી મોજ મસ્તી સાથે આનંદ માણ્યો

નર્મદા જિલ્લામાં ચોમાસાની ઋતુની ધમાકેદાર શરૂઆત થઈ છે છેલ્લા 24 કલાક દરમિયાન નર્મદા જિલ્લામાં 17 ઇંચ થી પણ વધુ વરસાદ વરસ્યો હતો, વરસાદ વરસતા ખેડૂતો પોતાના ખેતરોમાં કામકાજમાં જત્રાયેલા હતા.

નર્મદા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મળતી માહિતી અનુસાર ગતરોજ છેલ્લા 24 કલાક દરમિયાન નર્મદા જિલ્લામાં 427 મિલિમિટર વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં 131 મિલિમિટર નાનોદ તાલુકામાં 96 મિલીમીટર તીરકવાળા તાલુકામાં 59 મિલીમીટર સાતબારા તાલુકામાં 45 મિલી મીટર અને ગઢેશ્વર તાલુકામાં 96 મિલી મીટર જેટલો વરસાદ થતાં સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. નર્મદા જિલ્લામાં ધરતીપુત્ર વરસાદ વરસતા આનંદિત થયા હતા અને પોતપોતાના ખેતીના કામોમાં લાગી આ હતા, જોકે છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર દિવસ દરમિયાન રાજપીપળા નગર સહિત વાળા તાલુકા અને ગઢેશ્વર તાલુકામાં વરસાદ વરસતો રહેતા જનજીવન ઉપર તેની અસર થઈ હતી, લોકોએ પોતાના ઘરોમાંથી બહાર નીકળવાનું પણ ટાળ્યું હતું અને 24 કલાક દરમિયાન સતત વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરતા લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યા છે.

વરસાદ વરસતા ભૂલકાઓ એ મન ભરી ને વરસતા વરસાદમાં પલળી ખેલ કુદ કરી ને બાળપણ નો આનંદ માણ્યો હતો,અને મુકતમને ઝુમ્યા હતા.

નર્મદા જિલ્લામાં આવેલ રાજ્યની જોવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ની જળ સપાટી હાલ 120.54 મીટર ઉપર નોંધાઈ હતી જ્યારે રાજપીપળા પાસે આવેલ કરજણ ડેમની જળ સપાટી 102.31 મીટર એ નોંધાય છે. અત્રે ઉલ્લેખની એ છે કે નર્મદા જિલ્લામાં આજ દિન સુધી 25 ઇંચ જેટલો વરસાદ થાપકી ચૂક્યો છે.9

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here