પંચમહાલ જિલ્લામાં નોન ટ્રાન્સપોર્ટ મોટર સાયકલ વાહનોના નંબરની નવી સિરીઝની શરૂઆત

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

૨૪મી થી ૩૦ ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી અને ૩૧મી ડિસેમ્બરે બિડિંગ કરી શકાશે

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર (મોટરસાયકલ)વાહનો માટે તારીખ ૨૪/૧૨/૨૦૨૦ના રોજ જી જે-૧૭-બીએસ ૦૦૦૧ થી ૯૯૯૯ સુધીના નંબરની નવી નોન ટ્રાન્સપોર્ટ સિરીઝ શરૂ કરવામાં આવશે, જેમાં પસંદગીના નંબરો મેળવવા માંગતા અરજદારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની તારીખ ૨૪/૧૨/૨૦૨૦ સવારે ૧૦:૩૦ કલાકથી તારીખ ૩૦/૧૨/૨૦૨૦ સાંજે ૧૮:૦૦ કલાક સુધીનો સમય રહેશે અને બીડિંગનો સમય તા.૩૧/૧૨/૨૦૨૦ના સવારે ૧૦.૩૦ કલાકથી સાંજે ૧૮.૧૦ કલાક સુધીનો રહેશે. ત્યારબાદ તારીખ ૦૧/૦૧/૨૦૨૧ના રોજથી પસંદગીના નંબરોની ફાળવણી કરવામાં આવશે. આ પસંદગીના નંબરોની અરજી કરવા માટે વેબસાઈટ https://parivahan.gov.in/fancy/ છે. પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા અરજદારોએ તેઓના વાહનનો કર ભર્યા તારીખથી દિન-૦૭ની અંદર ઉપરોક્ત દર્શાવેલ વેબસાઈટ પર જઈ CNA ફોર્મ ભરવું ફરજીયાત છે. જો અરજદાર આ CNA ફોર્મ ભરવાનું ચૂકી જશે તો પસંદગીનો નંબર મેળવવા માટે યોગ્યતા ધરાવશે નહી, જેની ખાસ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here