નર્મદા જિલ્લાના મતદારોને જાગૃત કરવા સ્વીપ અંતર્ગત શાળાના બાળકોને કેમ જોતરાઇ રહ્યા છે????

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

બાળકો થકી તેમના માતા પિતા સુધી મતદાન નો સંદેશ પહોચાડવાનો તર્ક કેટલે અંશે યોગ્ય????

લોકસભાની ચૂંટણીમાં નાગરિકોની સહભાગીદારિતા વધે એ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા સ્વીપ એટલે કે સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટરોલ પાર્ટીશિપેશન અંતર્ગત નર્મદા જિલ્લામાં
મતદારોમાં જાગૃતિ લાવવા માટેના અનેક કાર્યક્રમો જિલ્લા વહીવટી તંત્ર તરફથી કરવામાં આવ્યા છે ત્યારે નર્મદા જિલ્લાનું પ્રાથમિક શિક્ષણ વિભાગ પણ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને વિવિધ કાર્યક્રમો આપી બાળકોને શિક્ષણના ભોગે તેઓને વિવિધ પ્રવૃત્તિઓ કરાવી મતદાન જાગૃતિ ના રવાડે ચડાવી રહ્યો હોવાની લોક ચર્ચાઓ સમગ્ર નર્મદા જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બની છે.

પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, નર્મદા દ્વારા વ્યાપકપણે મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. શાળાઓમાં વકતૃત્વ, ચિત્ર સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજીને બાળકોના માધ્યમથી તેમના વાલીઓને મતદાન કરવા માટેનો સંદેશો આપવામાં આવી રહ્યો છે!!! એક એટલે અંશ યોગ્ય છે ?? શું બાળકોના વાલીઓ પોતે મતદાન કરવો જ જોઈએ અને લોકશાહીના જતન માટે મતદાનની પ્રક્રિયા એ ખૂબ જ જરૂરી છે શું તેઓ આ વાત જાણતા નથી??? શું તેમના સુઘી શદેશ પહોંચાડવામાં નિશફલતા મળી છે???

એક તરફ નર્મદા જિલ્લામાં શિક્ષણનું સ્તર કથળેલું છે ત્યારે તંત્ર તરફથી કરવામાં આવતા આવા અખતરાઓ પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓના બાળકો કે જેમની પોતાની પાસે મતાધિકાર નથી તેમને મતદાનની પ્રવૃત્તિઓમાં જોતરવામાં આવતા વાલીઓમાં પણ આ બાબતે ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવે ના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંતર્ગત સ્વીપ કાર્યક્રમ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન મતદાન જાગૃતિના ઝુંબેશ સ્વરુપે હાથ ધરવામાં આવી રહ્યુ છે !! શિક્ષણના ભોગે બાળકોને આવી ઇતર પ્રવૃત્તિઓમાં કેમ જોતરાઇ રહ્યા છે ??

શાળાના બાળકો પોતાના વાલીઓને સંકલ્પપત્રો ની વહેંચણી કરી અને મતદાન અંગેના શપથ લેવડાવીને લોકશાહી પ્રત્યેની પોતાની સમજ કેળવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતું આ બધુ બાળકો ના શિક્ષણ ના ભોગે કેમ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here