પવિત્ર રમઝાન માસમાં ગોધરા નગરની પાંચ વર્ષની ફાતેમાએ રોઝા કરી અલ્લાહતઆલાની બંદગી કરી…

ગોધરા, (પંચમહાલ) ઇમરાન તેતરા :-

સમસ્ત વિશ્વ સહિત ગોધરા નગરમાં પવિત્ર રમઝાનના પ્રથમ દસ દિવસ પૂર્ણ આજે અગિયારમો રોજો પૂરો થયો હતો, મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન માસમાં અલ્લાહ ની ઈબાદત સહિત રોઝા રાખી રમઝાન માસ ની ઉજવણી માં તલ્લીન થઈ પડેલા નજરે ચડે છે ત્યારે નાના ભુલકાઓ પણ રોઝા રાખી અલ્લાહતઆલા ની બંદગી કરતા હોય છે અને ૧૪ કલાક સુધી ભુખ્યા રહી બંદગી કરતા હોય છે ચાલુ રમઝાન માસે ગોધરા ના અસદ અલીયા ની દીકરી ફાતેમા ઉ.વષૅ પાંચ નાઓએ પવિત્ર રમઝાન માસનો રોઝો રાખી અલ્લાહતઆલા ની બંદગી કરી હતી અને રોઝા ખોલતી સમયે દેશ માં શાંતી અને ભાઈચારો બની રહે તે દુઆ માંગવા માં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here