નર્મદા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કડાકા ભડાકા અને ગાજવીજ સાથે નર્મદા જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ

કમોસમી વરસાદ થતાં તુવેર કપાસ સહિત ના ખેતી ના પાકોને નુકસાન થવાની ભિતી થી ખેડુતો ચિંતાતુર

હવામાન વિભાગની આગાહી અનુસાર આજરોજ નર્મદા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો આસમાનમાં કાળા વાદળો છવાયેલા રહેતા અને વાતાવરણમાં અચાનક જ પલટો આવતા લોકોએ પોતાના ઘરોમાંથી પણ બહાર નીકળવા નું ટાળ્યું હતુ .વાતાવરણમાં અચાનક જ પલટો આવતા આસમાનમાં વીજળીના કડાકા અને ગાજવીજ ના કડાકા ભડાકા થયા હતા, નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમા કમોસમી વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા સહિત નર્મદા જિલ્લાના સમગ્ર તાલુકાઓ જેમાં નાંદોદ તેમજ ડેડીયાપાડા, સાગબારા, ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાઓમાં પણ વહેલી સવારથી જ આસમાનમાં થી સુરજ દાદા અદ્રશ્ય થયા હતા અને વરસાદી માહોલ જામ્યો હતો વીજળીના ભારે કડાકા અને ભડાકા અને ભારે પવન ફૂંકાયા હતા. નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી હતી, લોકોના જનજીવન ઉપર પણ વરસાદની અસર જોવા મળી હતી, લોકોએ અભરાઇ ઓ પર દોઢ બે મહિનાથી ચડાવી દીધેલી છત્રીઓ અને રેનકોટો પુનઃ કાઢવાની ફરજ પડી હતી.

કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે ખેડૂતોના જે પાકો ખેતરોમાં તૈયાર થઇ ને ઊભા છે જેવાકે તુવેર, કપાસ સહિતના અન્ય પાકોને વરસાદ થતાં ભારે નુકસાન જવાની ભિતી થી ખેડૂતોમાં ચિંતાનું મોઝુ ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here