નસવાડી : મટોડી ફાર્મ એટલે ગરીબોનુ ગાર્ડન…. ઈદ અને ગોયરોના તહેવારની મજા માણવા લોકો ગાર્ડનમા ઉમટ્યા

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી ખાતે મટોડી ફાર્મ આવેલ છે જે પ્રાઇવેટ પ્રોપર્ટી છે એમા એક નાનકડુ ગાર્ડન બનાવેલ છે જે જાવેદભાઈ ઇકબાલભાઈ મેમણ એ બનાવેલ છે જેમા તહેવારોના ટાણે નસવાડીના લોકો આ ગાર્ડનમા મોજ કરવા માટે આવતા હોય છે નસવાડી ખાતે કોઈ પણ ગાર્ડન આવેલ નથી જેને ધ્યાને લઈ જાવેદભાઈ મેમણે એમના મટોડી ફાર્મ મા એક નાનકડુ ગાર્ડન બનાવ્યુ છે અને આ ગાર્ડન મા કોઈ પણ જાતનો ચાર્જ લેવામા આવતો નથી અને કોઈ નાત જાત ના ભેદભાવ વગર આ ગાર્ડન મા પ્રવેશ આપવામા આવેછે અને આ એક નસવાડી ખાતે ગર્વ ની વાત છે જેમા નસવાડીના ગરીબ અને ધનવાન વર્ગના લોકો તહેવારો ના ટાણે આ ગાર્ડનમા આવી પોતાના બાળકો ને લઈ આનંદ કરાવે છે અને ગાર્ડન મા ફરવાનો શોખ પૂરો કરેછે અને આ નાનકડા ગાર્ડનમા જાવેદભાઈ એ હીંચકા લસર પટ્ટી વગરેની વ્યવસ્થા કરી છે જેમા નાના બાળકો તથા તેમના વાલીઓ પણ આ ગાર્ડનમા મજા માણવા માટે આવેછે આ ગાર્ડન બન્યા પછી ગરીબ વર્ગના લોકોને તહેવારોમા નિરાશ થવાનો વારો આવતો નથી કારણ એ છેકે ગરીબ વર્ગના માણસો રૂપિયા ખર્ચી સિટીના ગાર્ડનમા ફરવા જઈ શકતા નથી તેવા લોકો આ ગાર્ડનમા આવી મજા માણેછે અને નસવાડી ખાતે જાવેદભાઈ મેમણ એ ગાર્ડન બનાવ્યુ છે એ ગરીબો માટે એક શાન છે જે ઘણી આનંદ ની વાત છે અને નસવાડી ના લોકો જાવેદભાઈ મેમણ નો ઘણો આભાર માનેછે આજના જમાનામા આવા દરયાદિલ માણસ મળવા એ અશક્ય છે પરંતું નસવાડી ખાતે આવા પણ જીન્દાદિલ માણસ છે જેનો નસવાડી ગામના લોકો દિલથી આભાર માને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here