ડભોઇ નગર અને પંથકમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું… વાતાવરણમાં આવેલ બદલાવને લઈ નગરજનોમાં બેવડી ઋતુનો અહેસાસ

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

આજરોજ વહેલી સવારે ડભોઇ નગર અને આસપાસના વિસ્તારમાં ઘાડ ધુમ્મસે જમાવટ કરતાં. ધુમ્મસ રૂપી ચાદર પથરાઈ જ્યારે હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ તા.૧૭,૧૮,૧૯ ના રોજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.ત્યાર પછી આજ રોજ ઘાડ ધુમ્મસ છવાતા વાતાવરણમાં આવેલ બદલાવ હવે સામાન્ય જોવા મળે છે ધીરે ધીરે ઋતુઓમાં સ્પષ્ટપણે બદલાવ જોવા મળી રહ્યા છે ક્યારે શું થાય વાતાવરણમાં એ ચોક્કસ કહી શકાતું નથી.
ડભોઇ શહેર તેમજ પંથકમાં વહેલી પરોઢે ગાઢ ધુમ્મસ સર્જાતા 10 ફૂટની અંતરે પણ કાંઈ પણ જોઈ ન શકાય તેમ ધુમ્મસ સર્જાયું હતું જેના પગલે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડતા વાહન વ્યવહારને અસર પડી હતી સાથે ગાઢ ધુમ્મસને કારણે સવાર પડતા પણ વાહન ચાલકોને હેડ લાઈટ ચાલુ કરી ધીમે વાહન હંકારવાની ફરજ પડી હતી જ્યારે કેટલાક વાહનચાલકો તો કોઈ દુર્ઘટના બને તે હેતુસર પોતાના વાહનો રોડની સાઇડ પર કરી દેવાયા હતા જ્યારે ડભોઇ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો માર્ગ નાદોદી ભાગોળ વેગા તેમજ બોડેલી-છોટાઉદેપુર માર્ગ પર પણ ગાઢ ધુમ્મસ છવાતા વાહન વ્યવહારને આંશિક અસર પડી હતી.
જ્યારે સવારના નવ વાગ્યા સુધી આ જ પ્રમાણે વાતાવરણ રહેતા સૂર્યનારાયણના દર્શન થયાં હતા ત્યારે મકાનોના ધાબા છાપરા અને ગાડીઓના કાચ પર ગાઢ ધુમ્મસ ની અસર જોવા મળી હતી વાતાવરણમાં આવેલ એકાએક બદલાવને ગ્લોબલ વોર્મિંગની અસર રૂપે પણ સોએ નીહાળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here