જેસીઆઈ બરોડા મેટ્રોપોલિટન ઘ્વારા ચલામલી ગામે મફત નેત્ર, ડાયાબિટીસ અને બીપી ચકાસણીનો કેમ્પ યોજાયો

ડભોઇ, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

જેસીઆઈ બરોડા મેટ્રોપોલિટન સંસ્થા ઘ્વારા છેલ્લા ૪૪ વર્ષથી બરોડા,છોટાઉદેપુર,અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં દર્દીઓને મફત આરોગ્ય ચકાસણી કરી ગંભીર દર્દ ધરાવતા દર્દીઓનું મફતમાં ઓપરેશન કરવાનું કાર્ય કરે છે.આ સંસ્થા ઘ્વારા ચલામલી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજરોજ ડાયાબિટીસ,બીપી અને નેત્ર ચકાસણીનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં ૩૦૦ થી વધુ દર્દીઓએ લાભ મેળવ્યો હતો.જેમાં ડાયાબિટીસના ૧૫૦ દર્દીઓ ટાઈપ ૨ પ્રકારના મળી આવ્યા હતા.જયારે બીપીના ૧૫૦ હાઈ બીપી અને ૭૦ લો બીપીના દર્દીઓ મળી આવ્યા હતા.જયારે નેત્ર ચકાસણીમાં ૪૦ થી વધુ દર્દીઓ મોતિયા ના દર્દીઓ મળી આવ્યા હતા.આ જેસીઆઈ બરોડા મેટ્રોપોલિટન સંસ્થા ઘ્વારા તમામ ડાયાબિટીસ અને બીપીના દર્દીઓને મફત દવા આપવામાં આવી હતી.જયારે મોતિયા ના દર્દીઓને મફત ઓપરેશન માટે સંખેડા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.સંસ્થાના સેક્રેટરી ધૈર્ય શાહે જણાવ્યું હતું કે જેસીઆઈ બરોડા મેટ્રોપોલિટન સંસ્થા ઘ્વારા છેલ્લા ૪૪ વર્ષથી આરોગ્ય,સામાજિક ક્ષેત્રે,યુવાનોના ઉત્થાન માટે અનેક કાર્યો મફતમાં કરી સમાજના છેવાડાના લોકોને લાભ મળે તે દિશામાં કાર્ય કરે છે.તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here