વડોદરા જીલ્લા કેળવણી મંડળ સંચાલીત શ્રીમતી એસ.સી.પી.એફ. કોમસૅ કોલેજ, ડભોઇ અને કે. સી. જી.ના સંયુક્ત ઉપક્રમે ફીનીશિગ સ્કૂલનો કોષૅ યોજવામાં આવ્યો

ડાભોઈ, (વડોદરા) પ્રવાસી પ્રતિનિધિ :-

વડોદરા જીલ્લા કેળવણી મંડળ સંચાલીત શ્રીમતી એસ.સી.પી.એફ. કોમસૅ કોલેજ, ડભોઇ અને કે. સી. જી.ના સંયુક્ત ઉપક્રમે ફીનીશિગ સ્કૂલનો કોષૅ તા.૨૯/૦૧/૨૦૨૪ થી ૨૦/૦૨/૨૦૨૪ સુધી યોજવામાં આવ્યો હતો. આ કોષૅમાં કોલેજના ૫૫ વિધાર્થીઓએ દ્વારા ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. ફીનીશિગ સ્કૂલના કોષૅ માટે કે. સી. જી.માથી શ્રીમતી પીન્કી કુમારિએ ટ્રેનર તરીકે ફરજ નિભાવી હતી. તા. ૨૦/૦૨/૨૦૨૪ના રોજ ફીનીશિગ સ્કૂલનો કોષૅની પુર્ણાહુતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય શ્રી ડૉ કેયૂર કે પારેખ દ્વારા મહેમાનનું સ્વાગત કરી પ્રાસંગિક ઉદ્બોધન દ્રારા આજના સમયમાં ફીનીશિગ સ્કૂલના કોષૅની આવશ્યકતાની સમજ આપી હતી અને આ કોષૅમાં ભાગ લીધેલ વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આ કાયક્રમનુ સંચાલન કોલેજના પ્રાધ્યાપિકા અને ફીનીશિગ સ્કૂલના ઈન્ચાર્જ ડૉ. વંદનાબેન વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here