સ્ટેચ્યુ ઑફ યુનિટી એ ધુમ્મસની ચાદર ઓઢતા વ્હેલી સવારે પ્રવાસીઓ એ આહલાદક અદભુત નજારો નિહાળ્યો

કેવડીયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

કેવડીયા સહિત સ્ટેચ્યુ ઑફ વિસ્તાર માં ધુમ્મસ નો વાતાવરણ સર્જાતા કાશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા

વિશ્વ ની સહુથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી સહીત આસપાસ ના કેવડીયા કોલોની વિસ્તારમાં આજરોજ વ્હેલી સવારે ધુમ્મસ ના દ્ર્શ્યો સર્જાયા હતાં જેની પ્રવાસીઓ એ મનભરીને આનંદ માણ્યો હતો.

સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તાર માં શિયાળા ની ઋતુ દરમિયાન મનમોહક અને આહલાદક દ્રશ્યો આજરોજ સવારે સર્જાયા હતાં. સમગ્ર વિસ્તાર માં આકાશ માં ઘાડ ધુમ્મસ ફેલાતા માર્ગો સહિત ડુંગર વિસ્તાર સહીત વિશ્વ ની સહુથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી કને કે અદ્ર્શ્ય થયા હોય એમ પ્રથમ દૃષ્ટિ સે નજરે પડતું હતુ. વ્હેલી સવારે પ્રવાસીઓ ટ્રેન મારફતે કેવડીયા આવતા હોય ને ધુમ્મસ વાળા દ્રશ્યો જોઈ ભારે આનંદિત થયા હતા.

આ મામલે સ્ટેચ્યુ ઑફ યુનિટી ના પી. આર. ઓ. રાહુલ પટેલ દ્વારા જાણવા મળ્યું હતું કે શિયાળા ની ઋતુ દરમિયાન આવા દ્ર્શ્યો દર વર્ષે સર્જાતા હોય છે,અને આ દ્રશ્યો સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તાર ને થોડાંક સમય માટે અહી આસપાસ ના જંગલ વિસ્તાર અને નર્મદા નદી ના લીધે કાશ્મીર જેવો અનુભવ પ્રવાસીઓ કરી આનંદ વિભોર થયી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here